મુલાકાત:નસવાડી તા. પં. પ્રમુખે ટ્રાયબલ વિભાગના ચેરમેનની મુલાકાત કરી

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારમાં ગ્રામજનોની સુવિધાઓ માટેના પ્રશ્નો રજૂ કર્યા

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર જે રીતે બદલાઈ ગઈ અને જે ધારાસભ્યએ વિચાર્યું ન હતું. તે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છે. ત્યારે ભાજપ સરકાર સામાન્ય કાર્યકરની કદર કરે છે. તે વાત નસવાડી તાલુકાના ટ્રાયબલ વિસ્તારમા પણ સિદ્ધ થઈ છે.

નસવાડી તાલુકાના ખાપરિયા ગામના ભાજપના કાર્યકર રાજુભાઈ રાઠવા પહેલા સરપંચ તરીકે વિજેતા થયા. ત્યારબાદ દસ વર્ષ સુધી સતત ભાજપ પક્ષ સાથે જોડાયેલા રહ્યા અને હાલમા રાજુભાઈ રાઠવા તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ પદની શોભા વધારી રહ્યા છે.તેવામાં છોટાઉદેપુર જિલ્લાના માજી સાંસદ રામસિંહ રાઠવાને મોદી સરકારે કેન્દ્રિય જનજાતિ કાર્ય મંત્રાલયના ચેરમેન તરીકે નિમણૂંક કરી છે. જે ટ્રાયબલ વિભાગની દિલ્હી ખાતે નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવાએ પહેલી વખત દિલ્હી જઈ મુલાકત કરી છે.

રાજુભાઈ રાઠવા જ્યારે દિલ્હી પોહચ્યાં ત્યારે તેઓ ટ્રાયબલ વિભાગની કચેરી જોઈ અને તેમના વિસ્તારના માજી સાંસદ રામસિંહ રાઠવા જેઓ સતત કામગીરીમા વ્યસ્ત જોઈ એક ક્ષણ વિચારતા રહી ગયા હતા. રાજુભાઈ રાઠવાએ ટ્રાયબલના ચેરમેનની મુલાકત કરી ખુશી વ્યક્ત કરી હતી. અને ભારત સરકારમા નસવાડી અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગ્રામજનોની સુવિધાઓ માટેના પ્રશ્ન રજુ કર્યા છે. એકંદરે ભાજપનો સામાન્ય કાર્યકર અને માજી સાંસદને ભાજપ મોટા હોદ્દા પર બેસાડી સમગ્ર ભારતના આદિવાસી વિસ્તારના પ્રશ્ન હલ કરવા જવાબદારી સોંપી છે. તેઓ તેઓ ગર્વ કરી મોદી સરકારનો આભાર માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...