બેદરકારી:નસવાડી તા.પંચા. કચેરીમાં એક્સપાયર ડેટના ફાયર સેફટીના બોટલો યથાવત

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગની કચેરીમાં ફાયર સેફટી બાબતે કોઈનું ધ્યાન નથી

નસવાડી તાલુકાના 212 ગામની નસવાડી તાલુકા પંચાયત છે. જે તાલુકા પંચાયતમા દરરોજ અસંખ્ય લોકો કામથી આવે છે. નસવાડી તાલુકા પંચાયતનો મોટી માત્રમા સ્ટાફ સતત ફરજ બજાવે છે. અને તાલુકા પંચાયત ટીડીઓ, પ્રમુખથી લઈ બધા જ હોદ્દેદારો હાલ ઓફીસમા વધુ પડતા જોવા મળે છે. એકબાજુ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલુ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે નસવાડી તાલુકા પંચાયતમા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક સાધનો ચાલી રહ્યા છે.

ગરમીના લીધે ફાયરની ઘટના બને તેમ હોય છે. છતાંય નસવાડી તાલુકા પંચાયતમા ફાયર સેફટી માટેના લાગેલા બોટલ એક્સપાયર ડેટના છે. તાલુકા પંચાયત કચેરીના અલગ અલગ દરવાજે લાગેલ બોટલ હાલ તો નકામા છે. નસવાડી તાલુકાની સરકારી કચેરીઓમા ફાયર સેફટી બાબતે તંત્ર ધ્યાન આપવું જરૂરી છે. નહીં તો સુરત જેવી આગની હોનારત થાય તો શું થાય તે વિચારવું રહ્યું. નસવાડી તાલુકા પંચાયતના અગાઉ પણ ઇલેક્ટ્રિક વાયરોમા શોર્ટ સર્કિટથી આગના ભડાકા થયા હતા. જ્યારે નસવાડી તાલુકા પંચાયતમા ફક્ત એકજ દરવાજો બહાર નીકળવાનો છે. જો આગની ઘટના બને તો અફરા તફરી સર્જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...