ગૌરવ:નસવાડીનો વિદ્યાર્થી તીરંદાજીની નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેવજી ભીલ અગાઉ ઉત્તર પ્રદેશ ખાતે બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યો છે
  • નસવાડી એકલવ્ય એકડમી યુવાનોને આગળ લાવવા સતત પ્રયાસો કરે છે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં નિશાના ગામે ગરીબ પરિવારના ભીલ રેવજીભાઈ તેજીયાભાઈ એકલવ્ય એકેડમી નસવાડી ખાતે રહી નસવાડી કુમાર શાળામાં રેવજી ભીલ ધોરણ 8માં અભ્યાસ સાથે સાથે એકલવ્ય એકેડમી ખાતે રહી તિરંદાજીમાં પણ સિદ્ધિ મેળવી છે.

અગાઉ ઉત્તર પ્રદેશ ખાતે નેશનલ તિરંદાજીમાં બ્રોન્જ મેડલ મેળવી ચુક્યો છે. હવે મહારાષ્ટ્ર રાજ્યમા તા. 23 નવેમ્બરે નેશનલ તિરંદાજી રમતમાં ભાગ લેશે. મહારાષ્ટ્ર રાજ્યની તીરંદાજી સ્પર્ધામા છોટાઉદેપુર જિલ્લામાંથી નસવાડી પ્રાથમિક કુમાર શાળાનો તિરંદાજ સ્પર્ધા માટે પસંદગી થતા નસવાડી પ્રાથમિક શાળા તેમજ એકલવ્ય એકેડમીનું આદીવાસી વિદ્યાર્થીએ નેશનલ કક્ષાએ ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...