તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નસવાડી SBIનો કર્મચારી કોરોનાથી સંક્રમિત થયો

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી બેન્કમા કોરોના ગાઈડ લાઈનનો અમલ કરવા સૂચનો અપાયા હતા. - Divya Bhaskar
નસવાડી બેન્કમા કોરોના ગાઈડ લાઈનનો અમલ કરવા સૂચનો અપાયા હતા.
 • બેંક મેનેજર દ્વારા બેંકમાં આવતા ગ્રાહકોને સાવચેત રહેવા અપીલ કરાઈ
 • કોરોના ગાઈડલાઈન અમલ કરવા સૂચનો કરાયાં

છોટાઉદેપુરના નસવાડી બેંક ઓફ બરોડામાં બે વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા બાદ કોરોના વાયરસ બાજુમા આવેલી મુખ્ય સ્ટેટ બેન્કના કર્મચારીને પણ થયો છે. સ્ટેટ બેન્કમા કોરોના વાયરસથી બેન્ક સ્ટાફ સંક્રમિત થતા જ નસવાડી સ્ટેટ બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા બેન્કમા આવતા ગ્રહકોને સાત દિવસ બેન્કમાં વધુ ન આવે અને બિન જરૂરી કામ વગર ન આવે તેમજ સોસિયલ ડિસ્ટન્ટ માસ્ક સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. નસવાડી સ્ટેટ બેંન્કમા કોરોના વાયરસની એન્ટરી થતા બેન્ક કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે.

સાથે નસવાડી તાલુકાના 212 ગામની મુખ્ય એક જ બેન્ક છે. પરંતુ સરકારી કચેરીના તમામ ખાતા આ બેન્કમાં છે. ત્યારે સરકારી કચેરીમા પણ આ બેન્ક મારફતે કોરોના પહોંચી ન જાય તેની કાળજી રાખવી જરૂરી છે. સાથે માર્ચ મહિનાનું એન્ડ હોય બેન્કમા નાના મોટા વેપારીથી લઈ બધા જ બેન્ક સાથે હાલ જોડાયેલ છે અને બેન્કમા અવર જવર પણ વધુ છે. હાલ તો જે બેન્ક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તે હોમ કોરોન્ટાઈન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો