તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કુપ્પા ગામે બોટ મારફતે MP, મહારાષ્ટ્રથી લવાતો 1.78 લાખનો દારૂ નસવાડી પોલીસે ઝડપી પાડ્યો

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી પોલીસે કુપ્પા ગામના નર્મદા કિનારેથી દારૂ પકડ્યો તે અને કિનારાની તસવીર. - Divya Bhaskar
નસવાડી પોલીસે કુપ્પા ગામના નર્મદા કિનારેથી દારૂ પકડ્યો તે અને કિનારાની તસવીર.
 • હાફેશ્વરના બે બૂટલેગરનો આ વિદેશી દારૂ હોવાનું બહાર આવ્યું, બન્ને ફરાર

નર્મદા નદી નો કિનારો નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં લાગે છે અને જે કિનારા પર આવેલ કુપ્પા ગામે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી બોટ મારફતે વિદેશી દારૂ ઉતર્યો હોવાની નસવાડી પીએસઆઈ સી.ડી.પટેલને મળતા પોલીસ સ્ટાફ સાથે ડુંગર વિસ્તારમાં કડક પેટ્રોલીગ કર્યું હતું. બાતમી મુજબના જંગલ વિસ્તાર અને નર્મદા કિનારે નસવાડી પોલીસને વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. કુપ્પા ગામના નદી કિનારે બોટ, હોકડા મારફતે લવાયેલ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપાયો છે.

જેની કુલ કિંમત રૂા. 1,78,980 છે.જ્યારે આ દારૂ કવાંટના હાફેશ્વરના મુકેશ રાઠવા અને રીતમ રાઠવા આ બંને બુટલેગરનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હોય બંને આરોપી પોલીસ ચોપડે નોંધાયા છે. જે બંને હાલ ફરાર છે. નસવાડી પોલીસે નર્મદા કિનારે પહોંચી વિદેશી દારૂ પકડવામાં સફળતા મેળવી છે. કારણ કે કુપ્પા નસવાડી તાલુકાનું છેલ્લું ગામ છે અને કાચા રસ્તે જીવના જોખમ ખેડી નસવાડી પોલીસે કામગીરી કરતા તાલુકાની જનતા પોલીસની કામગીરીને બિરદાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો