તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:7 માસથી વિખૂટા પડેલા યુવકનો સોશિયલ મીડિયા દ્વારા નસવાડી પોલીસે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્ર નસવાડી પોલીસે વિખૂટા પડેલા યુવકને પરિવાર સાથે મેળાપ કરાવી સાબિત કર્યું. - Divya Bhaskar
પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્ર નસવાડી પોલીસે વિખૂટા પડેલા યુવકને પરિવાર સાથે મેળાપ કરાવી સાબિત કર્યું.
  • પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અજાણ્યો યુવક મળી આવતાં પૂછપરછ કરી હતી

પોલીસ પ્રજાનો મિત્ર છે સાથે પોલીસ કડક હાથે કામગીરી કરે છે. ત્યારે બીજીબાજુ પોલીસની કામગીરીથી કોઈ પરિવાર કેટલું ખુશ થાય છે તે પણ નસવાડી પોલીસે કર્યું છે. નસવાડી પીએસઆઈ સી.ડી.પટેલ અને તેમના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ ભાઈ સાથે વિષ્ણુભાઈ પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન રતનપુર કેનાલ પાસે એક યુવક બેઠો હતો અને વરસાદ પડતો હતો. નસવાડી પોલીસે તે યુવકને પૂછતાં તે કોઈ જવાબ આપતો ન હતો. માનસિક સ્વસ્થ ન જણાતાં પોલીસ તેને સમજવાયો અને વધુ પૂછપરછ કરતા તેને મોબાઈલ તરફ ઈશારો કર્યો અને મોબાઈલમાં ફેસબુક એકાઉન્ટ વિશે તેની આઈડી પોલીસ જોઈ તો તેનું નામ ભગવાન ભુરકે નામ જણાઈ આવતા તેના ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સમાં મહારાષ્ટ્રના બધા ફ્રેન્ડ્સ જણાઈ આવતા નસવાડી પોલીસે ઔરંગાબાદ પોલીસનો સંપર્ક કરી તેના પરિવારને જાણ કરાઈ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી જે યુવક નસવાડી પોલીસને મળ્યો હતો.

તેના પત્ની બે બાળકો હોય 7 માસથી તે ઘરેથી જતો રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. નસવાડી પોલીસે યુવકને સારા કપડાં, વાળ કપાવી વ્યવસ્થિત તેને જમવાનું આપ્યું હતું. બુધવારના રોજ મહારાષ્ટ્રથી તેના પરિવાર તેને લેવા આવ્યો હોય હર્ષના આશું છલકાયા હતા અને યુવકનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. છોટાઉદેપુર ડીવાયએસપી એ.વી. કાટકડ પણ નસવાડી આવી પરિવારની હિસ્ટરી સમજી અને નસવાડી પોલીસે કરેલ કામગીરીના અભિનંદન પાઠવ્યા હતા આને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાબિત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...