વીજ જોડાણ કપાયું:એક કરોડની આવક ધરાવતી નસવાડી પંચાયત કંગાળ

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રીટ લાઇટના પણ સાત લાખ બાકી હોઇ નગરમાં અંધારપટનો ભય

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ની 60 ગ્રામ પંચાયત મા સૌથી વધુ આવક ધરાવતી નસવાડી ટાઉન ની નસવાડી જૂથ ગ્રામ પંચાયત છે. એક કરોડ થી વધુ ની વેરા આવક, ઓક્ટ્રોય ની ગ્રાન્ટ તેમજ અન્ય આવક ધરાવતી નસવાડી જૂથ ગ્રામ પંચાયત કંગાળ બનતા કચેરી નુ વીજ બીલ બાકી હોય. વીજ કનેકશન કપાઈ ગયુ હતું. આ સમગ્ર ઘટના ટોક ઓફ ટાઉન નો મુદ્દો બન્યો છે.

નસવાડી ટાઉન મા લાખ્ખો રૂપિયા ના વિકાસ ના કામો તેમજ નાણાંપંચની લખ્ખોની ગ્રાન્ટના ખર્ચા તૅમજ અન્ય વહીવટ ખર્ચા નસવાડી ગ્રામ પંચાયત કરે છે. નસવાડી ટાઉન ના સ્મશાન ના 35 હજાર એટલે જ્યાં કોઈ વધુ વીજ વપરાશ ન હોવા છતાંય આટલુ મોટુ બીલ બાકી હોય. જયારે નસવાડી જૂથ ગ્રામ પંચાયત કચેરી નો વહીવટ હાલ વહીવટદાર અને તલાટી કામગીરી કરતા હોવા છતાંય કચેરી નુ દસ હજાર વીજ બીલ બાકી હોય વીજ બીલ ભરપાઈ ન કરાતા નસવાડી mgvcl દવારા વીજ કનેકશન કપાયું છે.

જયારે નસવાડી ટાઉન મા સ્ટ્રીટ લાઈટ ના 12 લાખ પૈકી પાંચ લાખ mgvcl ને ભરપાઈ કર્યા છે. જયારે હજુ સાત લાખ બાકી હોઇ નસવાડી mgvcl આવનાર દિવસ મા કડક વલણ અપનાવશે તો ગામ મા અંધારપટ થવાની શક્યતા છે.જયારે નસવાડી જૂથ ગ્રામ પંચાયત ક્યારે વિજબીલ ભરશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...