નસવાડીના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ‘ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત ફિટ નસવાડી’ના સૂત્ર સાથે નસવાડીમાં ખેલાડીઓમાં રહેલ ટેલેન્ટ બહાર આવે તે હેતુથી 85 જેટલા ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરાયું છે. જેમાં આદિવાસી વિસ્તારના યુવાનો, વિદ્યાર્થીઓ ક્રિકેટના ઓક્શનમાં જોડાયા છે.
નસવાડી ટાઉનના કેટલાક મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા નસવાડી મોર્નિગ પ્રીમિયર ક્રિકેટ લીગ ઓક્શનનું આયોજન કરાયું હતું. જેમાં જી બી રોયલ્સ, વિધાણી સુપર કિંગ, યુનિટી વોરિયર્સ, અલ્તાફ લાયન, એ.બી ચેલેન્જર્સ, એસ બી ટાઈગર્સ આમ છ ફ્રેંચાઈજી ઓનર દ્વારા ખેલાડીઓ ઉપર બોલી લગાવવામાં આવી હતી.
જેમાં 85 જેટલા ક્રિકેટ ખેલાડીઓની બોલી લાગી હતી. જેમાં એક ફ્રેંચાઈજીને એક કરોડ પોઇન્ટ આપવામાં આવ્યા હતા. એકંદરે આઇપીએલની જેમ ખેલાડીઓની બોલી લાગી હતી. આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ ખેલાડીઓની ક્રિકેટ મેચ 11 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી ચાલશે. કાર્યક્રમમાં નસવાડીના મહાનુભાવોએ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.