રાજકારણ:નસવાડી જૂથ ગ્રા. પં.ના સદસ્યના પતિ, પૂર્વ સરપંચ ‌BJPમાં જોડાયા

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના 22 જેટલા લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
  • કોંગ્રેસના ગ્રામ પંચાયતના સક્રિય સભ્ય ભાજપમાં જોડાતાં અનેક તર્ક-વિતર્ક

નસવાડીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તે પહેલા તોડજોડની રણનીતિ શરૂ થઈ છે. જેમાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતના હાલના મહિલા સદસ્યના પતિ ગજેન્દ્રસિંહ સોલંકી ઉર્ફે ગોલો અને વાલપુરા વિસ્તારમાં ભીલ સમાજ પર સારુ પ્રભુત્વ ધરાવતા નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ હસમુખ બચુભાઈ ભીલ કોંગ્રેસ સાથે વર્ષોથી હતા. હાલ ભાજપનો ખેસ પહેરી લીધો છે. સાથે નસવાડી ચાર રસ્તાના યુવાનો પણ ભાજપમાં જોડાયા છે. એકંદરે 22 જેટલા નસવાડીના લોકો ભાજપમાં જોડાયા છે. નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ ભાજપ સરકાર વિકાસલક્ષી કામગીરી કરે છે. તેને જોઈ કોંગ્રેસના કાર્યકર સભ્યો જોડાયા છે. જ્યારે ભાજપમાં જોડાયેલ કોંગ્રેસ સભ્ય પણ ભાજપનો ખેસ પહેરી ખુશી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...