તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નસવાડીના ખેડૂતોને ઓછા ભાવે ખાનગી જીનોમાં કપાસ વેચવો પડ્યો

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • CCIમાં કપાસ ખરીદવાના નવા નિયમને લઈ સોમવારે પણ કેન્દ્ર બંધ રહ્યું
 • કપાસ ખરીદી કેન્દ્ર બંધ હોવાની નોટિસ માત્ર ઓફિસ પર જ લગાવાઈ હતી

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. બે દિવસ પેહલાં જ દેશના પ્રધાનમંત્રીએ સુશાસન દીવસની ઉજવણી લઈ જે ખેડૂત લક્ષિ કાયદા અને ફાયદાનું સંબોધન કર્યું હતું. પરંતુ તેની અસર દેખાય તે પેહલાં જ સીસીઆઈ દ્વારા મહત્તમ કપાસની ખરીદી બાબતનો પત્ર આવતા જ સોમવારના રોજ સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્ર બંધ રહ્યું હતું. સતત પાંચ દીવસથી કપાસ ખરીદ બંધ હોય ખેડૂતોને સોમવારે કેન્દ્ર શરૂ થશેની આશા હતી અને ખરીદ કેન્દ્ર બંધ છે. બાબતે ફક્ત કચેરી આગળ નોટીસ બોર્ડ મરાયું હોય જેને લઈ ખેડૂતો સુધી કેન્દ્ર બંધ બાબતની વાત પહોંચી ન હતી. ખેડૂતો સવારથી કપાસ વેચવા નસવાડી આવ્યા હતા અને ત્યાંથી ક્લેડિયા ગયા હતા. પરતું સીસીઆઈ બંધ હોય જેને લઈ ખેડૂતો ખાનગી જીનોમા કપાસ ભરેલા વાહનોની લાંબી લાઈનો લગાવી હતી અને સીસીઆઈ કરતા ઓછા ભાવે કપાસ વેચ્યો હતો.

સીસીઆઈ ટેકાના ભાવે 5775 રૂા. કપાસ ખરીદ કરે છે. જ્યારે ખાનગી જીનોમા 5300 રૂા. અને જેવો કપાસ તેમ ભાવ અપાય છે. ત્યારે ખેડૂતો જાયે તો ક્યાં જાય તે પ્રશ્ન ઉભા થયા છે. બીજી બાજુ સીસીઆઈ દ્વારા 100 ઘાસડીઓ થાય મુજબ કપાસ ખરીદનો પત્ર કરતા જ હવે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. કારણ કે સીસીઆઈ ખરીદ કેન્દ્રો શરૂ થાય અને સીસીઆઈના નિર્યન મુજબ કપાસ લેવાય તો અન્ય ખેડૂતો કપાસ વેચવા ખાનગી વેપારીઓ અને જીનોમા કપાસ વેચશે તે વાત નક્કી છે. આ બાબતે જલ્દી કોઈ નિરાકરણ આવે તેવી ખેડૂતોની માંગ છે.

મંગળવારે CCI ખરીદ કરે તે પહેલાં સોમવારે વાહનોની લાઈન લાગી
નસવાડીમા મંગળવારથી CCI કપાસ ખરીદ કરશે. બાબતે ખેડૂતોને જાણ ન હોય રવિવાર રાતથી ખેડૂતો કપાસ વાહનોમા ભર્યા હતા. જ્યારે કેટલાય ખેડૂતોને ખબર પડતાં કપાસ ભરેલા વાહનો અન્ય જીનોમાં લઈ ગયા હતા. નસવાડી CCI કેન્દ્ર પર કપાસ મંગળવારથી ખરીદ કરવાની હોય જેને લઈ ખેડૂતો સોમવાર બપોરથી નસવાડી કેન્દ્ર પર મોટી માત્રમા લાઈનો લગાવી હતી. ખાસ તો ખેડૂતોનો કપાસ બધો લેવાઈ જશે કે નહીં તેને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે કપાસ વેચવા ખેડૂતો દીવસ અને રાતના ઉજાગરા કડકડતી ઠંડીમાં પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે. CCI દરરોજની ખરીદી ન કરતું હોય ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. }ઇરફાન લકિવાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો