તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોગવાઈ:નસવાડીના ખેડૂતો ડુંગર વિસ્તારની જંગલ જમીનના હકથી હજુ વંચિત

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીના ડુંગર વિસ્તારમાં જંગલ જમીન ખેડી રહેલ ખેડૂત. - Divya Bhaskar
નસવાડીના ડુંગર વિસ્તારમાં જંગલ જમીન ખેડી રહેલ ખેડૂત.
  • વન અધિકારી અધિનિયમ 2006 મુજબ ખેડૂતોને વધુમાં વધુ 4 હેક્ટર જમીન આપવાની જોગવાઈ છે
  • 15 વર્ષ પહેલાં ગ્રામસભાઓ ભરી સરકારે ઠરાવ મંગાવ્યા હતા પરંતુ હજુ નિરાકરણ નથી આવ્યું

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના ડુંગર વિસ્તારના 50થી વધુ ગામમા વિસ્તારમા રહેતા આદિજાતિ આદિવાસી લોકો જંગલ જમીન જે વર્ષોથી ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે ડુંગર વિસ્તારના દુગધા, કડુલી મહુડી, ઘૂંટીયાઆંબા, દામણીઆંબા, બારી મહુડા, તેમજ ડુંગરના અનેક ગામડાના ખેડૂતો દ્વારા જંગલ જમીન જે વર્ષોથી ખેડી રહ્યા છે. જેને લઈ ભારત સરકારના વન અધિકારી અધિનિયમ 2006ના કાયદા મુજબ આ વિસ્તારના ખેડૂતોને વધુમા વધુ 4 હેકટર (10 એકર) આપવાનું જોગવાઈ છે.

જેને લઈ 15 વર્ષ પેહલા નસવાડી ના ડુંગર વિસ્તારના બધા જ ગામડામા ગ્રામસભાઓ ભરી જે ખેડૂતોની યાદી ઠરાવ પસાર કરી મંજૂરી અર્થે જિલ્લા કક્ષાએ મોકલ્યા હતા. ત્યારબાદ કેટલાક ખેડૂતોને જંગલ જમીન ફળવામાં આવી છે. તેમાં કેટલાકને 10 ગૂઠાથી લઈ 1 એકર સુધી જમીન અપાઈના હુકમો થયા છે. જેમાં કાયદાની જોગવાઈ મુજબ પુરે પૂરી જમીનના હુકમો થયા નથી. જ્યારે બીજી બાજુ નસવાડી તાલુકા આદાજીત 500થી વધુ જંગલ જમીન ખેડતા ખેડૂતોને આજદીન સુધી તેમની જમીનના હુકમો તેમજ ગામ રેકર્ડ મુજબ તેમના ભાગે જમીન તેમજ રેકર્ડ હજુ સુધી ચોપડે આવ્યા નથી.

જંગલ જમીન જે ખેડૂતો આપવાની છે, તેની માપણી પણ કરાઈ નથી. જેને લઈ નસવાડીના રાજકીય નેતાઓ ચૂંટણીના સમયે મોટી મોટી વાતો કરે છે. પરંતુ વર્ષોથી જંગલ જમીનના પ્રશ્નો હલ થયા ન હોઇ આ બાબતે ફરી રાજકીય નેતાઓ જિલ્લા કક્ષાએથી લઈ રાજ્ય સરકારમા આ બાબતનો પ્રશ્ન હલ કરે તેવી પણ માંગ ઉઠી છે. હાલ તો નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામા રહેતા ખેડૂતોમા ભારે રોષ ઉઠ્યો છે. સાથે જિલ્લાથી લઈ રાજ્ય સુધી અરજીઓ કરેલ છે.

વર્ષો પછી પણ અમારી માગણી પૂર્ણ થઈ નથી
જંગલ જમીનના પ્રશ્નને લઈ અમારા જવાબ લેવાયા છે. વર્ષો પછી અમારી માગણી હજુ પૂર્ણ થઈ નથી. અમને જમીનના રેકર્ડમા અમારું નામ અને વન અધિનિયમ મજુબ જમીન મફળવાય તેવી અમારી માંગ છે. > વેસ્તાભાઈ રેમાંભાઈ ડું ભીલ, કેવડી

અન્ય સમાચારો પણ છે...