ભાસ્કર વિશેષ:નસવાડી તા. પં. ઓફિસમાં ઉધઇનો ઉપદ્રવ વધ્યો

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં જરૂરી દસ્તાવેજના પોટલાં પર ઉધઇ ફેલાવા લાગી છે
  • હજુ સુધી તાલુકા પંચાયત દ્વારા ઉધઇને હટાવવા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કર્મચારીઓ હેરાન

નસવાડી તાલુકા પંચાયત 212 ગામની છે. તાલુકા પંચાયતમાં ટીડીઓ ઓફીસ, બાંધકામ, વહીવટી, શિક્ષણ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેનથી લઈ અન્ય ઓફિસ આવેલ છે. બે માળની બિલ્ડીંગમાં હાલ નીચેના ફ્લોર પરના કેટલાય રૂમમાં ઉધઇનો ઉપદ્રવ મોટી માત્રમાં વધવા લાગ્યો છે. ઉધય બાધકામના સ્ટ્રક્ચરને નુકસાન કરે છે, પરંતુ હવે ઉધઇ તાલુકા પંચાયતમાં જરૂરી દસ્તાવેજના પોટલાં તેમજ અન્ય ડોક્યુમેન્ટને પણ કોતરવાનું શરૂ કરેલનું જાણવા મળેલ છે.

ખાસ તો ઉધઇને ભગાડવા માટેની આખી ટ્રીટમેન્ટ હોય છે, પરંતુ આ બાબતે નસવાડી તાલુકા પંચાયત ધ્યાન આપતી નથી. કારણ કે કેટલાક ડોક્યુમેન્ટ ઉધઇ કોતરી નાખે તો આરટીઆઈ કરતા અરજદારને આપવા પડતા ડોક્યુમેન્ટનો નાશ થઈ જાય કરી જવાબ કરતા ફાવેની ચર્ચાઓ ઉઠી છે. ખાસ તો શિક્ષણ વિભાગ તેમજ પંચાયતના વહીવટી કચેરીમાં ઉધઇનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ કર્મચારીઓ પણ હેરાન છે. સ્લેબ, ફ્લોરિંગ, દીવાલ, બીમ પર ઉધઇ મોટી માત્રમાં છે.

નસવાડી તાલુકા પંચાયતમાં ઉધઇ જો કર્મચારીઓના સર્વિસ બુકને કોતરવાનું શરૂ કરશે તો શું થશે. આ બાબતે નસવાડી ટીડીઓ જાતે નોંધ લઈ તત્કાલ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. નહીં તો બિલ્ડીંગના સ્ટ્રક્ચર અને જરૂરી દસ્તાવેજને મોટું નુકસાન થાય તેમ ઉધઇના રાફડા અને તેની ફેલાઈ ગયેલ પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...