ચૂંટણી:નસવાડી તા. સંઘ ચૂંટણીમાં 5 હોદ્દા માટે 567નું મતદાન

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી ઘટક સંઘની ચૂંટણીનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો

નસવાડી તાલુકા ઘટક સંઘની ચૂંટણીને લઈ બે પેનલોમાં જંગ છે. જેમાં મશાલ પેનલ અને ગુલાબ પેનલ આ બન્ને પેનલમાં ઉમેદવારી ફોર્મને લઈ ભારે વિવાદ થયો હોય. આખરે 9 હોદ્દાને લઈ ભરાયેલ ઉમેદવારી ફોર્મમાં ગુલાબ પેનલના ફોર્મ રદ કરાયા હોઇ મશાલ પેનલના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા. જેમાં પ્રમુખ, મંત્રી, ઉપ પ્રમુખ, ખજાનચી આ હોદ્દા બિનહરીફ હોઇ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. છતાંય ચૂંટણીના દિવસ પહેલા હાઇકોર્ટમાંથી કોઈ નિર્ણય ન આવતા શનિવારે નસવાડી કુમાર શાળામાં ચૂંટણીનું મતદાન થયું હતું.

જેમાં બેલેટ પર પણ ફક્ત 5 હોદ્દાની ચૂંટણીનું મતદાન હોઇ મતદારો મતદાન કરવા આવ્યા હતા. સાંજે 5 વાગ્યાં સુધી 645 મતદારોમાંથી 567નું મતદાન થયું છે. ગુલાબ પેનલના 5 ઉમેદવાર હોઇ તેઓને જીતાડવા પ્રયાસ કરાયો હતો. મશાલ પેનલના 4 હોદ્દા બિન હરીફ હોઇ તેઓ પહેલાથી ખુશ હતા. બાળકો પંખા વગર અભ્યાસ કરે છે ત્યારે ઉમેદવારોએ શિક્ષક મતદારો માટે પંખા મુકતાં ચર્ચાઓ થઈ હતી. શનિવારે મોડી રાત સુધી મત ્ગણતરી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...