તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નસવાડી કોર્ટના જજની કાર સ્ટેટ R&Bની ખુલ્લી ગટરમાં ખાબકી

નસવાડી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડીની ખુલ્લી ગટરમા કાર ખાબકતા યુવાનોએ તેને બહાર કાઢી હતી. જ્યારે બનાવ સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. - Divya Bhaskar
નસવાડીની ખુલ્લી ગટરમા કાર ખાબકતા યુવાનોએ તેને બહાર કાઢી હતી. જ્યારે બનાવ સ્થળે પોલીસ પણ દોડી આવી હતી.
 • ઘટનાને પગલે નસવાડીના ગ્રામજનોએ ભેગા થઈ કારને બહાર કાઢી
 • વારંવાર ઘટના સર્જાતી હોવા છતાં સ્ટેટ R&B દ્વારા કાર્યવાહી કરાતી નથી

ભાસ્કર ન્યૂઝ | નસવાડ નસવાડી ટાઉનનો રોડ છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગમા આવે છે. ત્યારે નસવાડીની સ્ટેટ બેંક પાસેના વળાંકમા ખુલ્લી ગટર છે. રોડની બન્ને બાજુ વાહન ચાલકોને ખબર ન પડે તેવી ગટર છે. તે ગટરમાં અવાર નવાર બાઈક સવારથી લઈ કાર સવાર ઇજાગ્રસ્ત બન્યા છે. અને હજારો રૂપિયાનો ખર્ચ આ ખુલ્લી ગટરમા ખાબકયા બાદ આવ્યો છે. છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બીના અધિકારીથી લઈ કાર્યપાલક ઈજેનરને આ બાબતે રજૂઆત થઈ છે. છતાંય હવે આ અધિકારીઓ પાસે આમ જનતાના પ્રશ્નની કઈ વેલ્યુ નથી. તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. તેવામાં રવિવારે સાંજના સમયે નસવાડી સિવિલ કોર્ટના મહિલા જજ કાર લઈ નીકળ્યા હતા. અને વળાંકમા ખુલ્લી ગટરમા તેઓની કાર પટકાય હતી. આગળનું ટાયર સાથે આગળનો ભાગ થપકયો હતો. જેને લઈ આજુબાજુના દુકાનદારોથી લઈ ગ્રામજનો દોડી આવ્યા હતા અને 25થી વધુ યુવાનોએ કારને ધક્કો મારી કારને બહાર કાઢી હતી. નસવાડી પોલીસને પણ આ બાબતે જાણ કરતા સ્થળ પર પહોંચી હતી. ત્યારે મહિલા જજ દ્વારા પોલીસને પણ આ પ્રશ્ન હલ કરવા સૂચન કર્યો છે. ત્યારે હવે સ્ટેટ આર એન્ડ બી કોઈના જીવ ગયા બાદ આ ખુલ્લી ગટર બંધ કરશે. બન્ને બાજુ 2 મિટરના પાઈપ નખાય તો પ્રશ્ન હલ થાય તેમ છે. આવાર નવાર ઘટનાઓ બને છે. છતાંય સ્ટેટ આર એન્ડ બી આ સ્થળ પર જોવા પણ આવતું નથી. ત્યારે નસવાડીના ગ્રામજનો હવે કોણે રજૂઆત કરે તો આ પ્રશ્ન હલ થાય તેની મુંઝવણમા મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો