તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નસવાડી CHCને 3 મહિને એમ્બ્યુલન્સના ટાયર તેમજ ઓક્સિજનના બોટલ મળ્યાં

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રભારી મંત્રીની રજુઆતના 12 કલાકમા આરોગ્ય લક્ષી સેવાઓ તરત કાર્યરત થતા ગ્રામજનોએ મંત્રને આભાર વ્યક્ત કર્યો. - Divya Bhaskar
પ્રભારી મંત્રીની રજુઆતના 12 કલાકમા આરોગ્ય લક્ષી સેવાઓ તરત કાર્યરત થતા ગ્રામજનોએ મંત્રને આભાર વ્યક્ત કર્યો.
  • રાજ્યમંત્રી બચુભાઈ ખાબડને રજૂઆત કરવામાં આવતાં ઉકેલ આવ્યો, તંત્ર વધુ ધ્યાન આપે તે જરૂરી

નસવાડી સીએચસીના ડોક્ટરોથી લઈ તાલુકાના આરોગ્ય સ્ટાફને કોરોના વાઇરસની મહામારીમા કામગીરી કરવી છે પરંતુ ટાચા સાધનોનો અભાવ વર્ષોથી અભાવ હોય સરકારી તંત્રની બેદરકારી ખુલ્લી પડે છે. તાલુકાથી લઈ જિલ્લાના અધિકારીઓ સરકારી ગ્રાન્ટના રૂપિયા સમયસર વાપરે તો આરોગ્યલક્ષી સુવિધાઓ વધી શકે ત્યારે કોરોના મહામારીમાં હાલ ઓક્સિજન અને એમ્બ્યુલન્સ જે પાયાની વસ્તુઓ નસવાડી સીએચસીમાં ડચકા ખાતી હોય ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ નસવાડી કોવિડ કેર સેન્ટરની મુલાકાતે આવતા સરકારી તંત્રે સારી સારી વાત મંત્રીને કરી હતી.

જેમાં એક જાગૃત ગ્રામજને સરકારી સીએચસીમાં ઓક્સિજન બોટલ 26 એપ્રિલથી ભરાયા ન હતા અને એમ્બ્યુલન્સના ટાયર 3 માસથી ખરાબ હોય એમ્બ્યુલન્સ બંધ પડી હતી, જે બાબતની નોંધ મંત્રીએ તરત લઈ 12 કલાકમાં વ્યવસ્થા કરાવી દેતા ગ્રામજનોએ આભાર મત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના વાઇરસની મહામારીમાં આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે તંત્ર વધુ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...