ભાસ્કર વિશેષ:નસવાડી CHCમાં ઓક્સિજન પ્લાન્ટનો ઓપરેટર નથી

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી સીએચસીમા લગાવેલ ઑક્સિજન પ્લાન્ટ. - Divya Bhaskar
નસવાડી સીએચસીમા લગાવેલ ઑક્સિજન પ્લાન્ટ.
  • 1.44 લાખ લીટરની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ 6 માસથી શરૂ કરાયો છે
  • તંત્ર એલર્ટ પણ યંત્રો કામ નહી કરે તો શંુ પરિસ્થિતિ સર્જાશે?

નસવાડી તાલુકો 212 ગામનો છે. નસવાડી સી એચ સીમા કોરોનાની બીજી લહેરમા પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે દર્દી માટે છોટાઉદેપુર તેમજ અન્ય હોસ્પિટલમાં બેડ ન હતા. અને ઓક્સિજનની સુવિધાને લઈ કેટલાય દર્દીઓને મુશ્કેલી પડી હતી. જેને લઈ નસવાડી સી એચ સીમા 12 બેડની સુવિધા તેમજ ઓક્સિજન પ્લાન્ટની સુવિધા કાર્યરત કરાઈ છે. ઓક્સિજન સીધું બેડ પર દર્દીને મળે તેવું આયોજન કરાયું છે.

નસવાડી સી એચ સીનો ઓક્સિજન પ્લાન્ટ એક કલાકમાં 6 હજાર લીટર ઓક્સિજન પૂરું પાડે તેવો છે. જ્યારે 24 કલાકમા 1.44 લાખ લીટર ઓક્સિજન પૂરું પાડે તેવો પ્લાન્ટ છે. જેનું ઉદ્ઘાટન છોટાઉદેપુર સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે તે વખતના કલેકટર, ડીડીઓ જાતે કર્યું હતું.

તે ઉદ્ઘાટનના 6 માસ પૂર્ણ થઈ ગયા છે. પરંતુ ઓપરેટરની હજુ નિમણૂક કરાઈ નથી. ફક્ત પ્લાન્ટ બાબતે MPHW અને દવાખાનાના ડોકટરને સમજ પાડી દેવાઈ છે. નસવાડી મામલતદાર જ્યારે મુલાકતમા ગયા ત્યારે ડોકટર પણ ઓક્સિજન પ્લાન્ટને શરૂ કરવા અન્ય વ્યક્તિને જાણ કરી વીડિયો કોલથી સમજ લીધી હતી. ત્યારે ત્રીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થશે તો શું તંત્ર અન્ય વ્યક્તિ પાસે પ્લાન્ટ શરૂ કરાવશે. અને કોઈ ટેકનિકલ પ્રશ્ન આવ્યો અને ટાંકીમા ઓક્સિજનને લગતી સમસ્યા સર્જાય તો જવાબદાર કોણ? તંત્ર સજ્જ થયું છે. પણ 16 લાખના ખર્ચે તૈયાર કરેલ નસવાડીનો ઓક્સિજન પ્લાન્ટના યંત્રો ચલાવવા માટે તત્કાલ સમગ્ર જિલ્લામા ઓપરેટરની નિમણૂક કરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...