તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં રોષ:નસવાડી CCIમાં 100 ગાંસડીઓના પત્રને લઈ કપાસની ખરીદી અટકી

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી સીસીઆઈએ કપાસ ખરીદ કર્યો છે. જ્યારે ઈન્સેટમા CCIની ઓફિસ બહાર લગાવેલી નોટિસ જણાય છે. - Divya Bhaskar
નસવાડી સીસીઆઈએ કપાસ ખરીદ કર્યો છે. જ્યારે ઈન્સેટમા CCIની ઓફિસ બહાર લગાવેલી નોટિસ જણાય છે.
 • સોમવારના બદલે હવે મંગળવારથી કપાસની ખરીદી થશે
 • અચાનક કપાસ ખરીદીની મર્યાદાનો પત્ર આવતા ખેડૂતોમાં રોષ

ભારતીય કપાસ નિગમ લિમિટેડ અમદાવાદની મુખ્ય કચેરી દ્વારા રાજ્યના 29 સીસીઆઈ કપાસ ખરીદ સેન્ટરો પર એક પત્ર લખી દરરોજની ગાંસડીઓ મર્યાદીત બને માટે ઓછો કપાસ ખરીદ કરવાનો પત્ર જાહેર કર્યો છે. જેને લઈ નસવાડી તાલુકાના 212 ગામનું મુખ્ય સીસીઆઈ કપાસ ખરીદ સેન્ટર હોય અને હજુ તો કપાસની વધુ આવક શરૂ થઈ છે. તેવામાં નસવાડીના સીસીઆઈ સેન્ટર પર દરરોજની 100 ગાંસડીઓ બને તેટલો કપાસ ખરીદ કરવાનો પત્ર હોય જેને લઈ નસવાડી સીસીઆઈ કપાસ ખરીદ કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. કારણ કે 100 ગાંસડીઓ બનાવવા માટે અંદાજીત 500 ક્વિન્ટલ કપાસ ખરીદ કરવો પડે.

જ્યારે નસવાડીના સેન્ટર પર કપાસ ખરીદ થાય છે ત્યારે 3000 ક્વિન્ટલની આવક થાય છે. તો ખેડૂતો કપાસ લઈ આવે અને પછી ખરીદી કઈ રીતે કરવી તે સોથી મોટો પ્રશ્ન છે. જેને લઈ નસવાડીમાં ચાર દિવસ બાદ સોમવારથી સીસીઆઈ કપાસ ખરીદ કરવાનું હતું પરંતુ નવા આવેલ પત્રને લઈ વધુ એક દિવસ કપાસ ખરીદી નહીં થાય અને મંગળવારથી કપાસ ખરીદી થશેનું ઓફિસ પર સૂચન બોર્ડ મરાયું છે. ત્યારે ખેડૂતો જાયે તો ક્યાં જાય તેવો પ્રશ્ન ઉભો થયો છે. એકબાજુ ખેડૂતલક્ષી કાયદા ફાયદાની વાતો થાય છે.પરંતુ અચાનક કપાસ ખરીદીની મર્યાદાનો પત્ર આવતા ખેડૂતોમાં રોષ ઉઠ્યો છે.

CCIના અધિકારીઓ વડી કચેરીએ પત્ર બાબતે ચર્ચા કરવા પહોંચ્યાં
નસવાડીથી લઈ છોટાઉદેપુર જિલ્લાના કપાસ સેન્ટરોના સીસીઆઈ અધિકારીઓ કપાસની ખરીદી ગાંસડીઓ મુજબ ખરીદ કરવાના પત્રને લઈ તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવા વડી કચેરીમાં પહોંચ્યા હતા. કારણ કે કપાસની આવક મોટી માત્રમાં થતી હોય ત્યારે ખેડૂતો સાથે ઘર્ષણ થવાના એંધાન વર્તાઈ રહ્યા છે.

ખેડૂતોેએ વધુ એક દિવસ કપાસ વેચવા રાહ જોવી પડશે
ગુરુવારથી કપાસ ખરીદી કેન્દ્ર પર બંધ હતી અને સોમવારથી કપાસ ખરીદ શરૂ થશેનું જાહેર કરાયું છે. જ્યારે વધુ એક દિવસ સેન્ટર પર કપાસ ખરીદ બંધ રહેતા ઓફિસ આવેલા ખેડૂતો મંગળવાર કપાસ વેચવા આવવાનું જણાવ્યું હતું. જેથી ખેડૂતોને વધુ એક દિવસ કપાસ વેવા રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો