હુકમ:નસવાડી અને તણખલાનાં હાટ બજાર અચોક્કસ મુદત માટે બંધ

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે તકેદારીના ભાગરૂપે હુકમની જાહેરાત કરી

નસવાડી તાલુકાના વઘાચ ગામે કોરોના વાયરસનો પોઝિટિવ કેશ આવતા તાલુકા તંત્ર એલર્ટ બન્યું છે. ખાસ તો નસવાડી મામલતદાર જે. જે. જોષી સહેજ પણ બેદરકારી ચલાવી લેવા માગતા ન હોય. જેને લઈ નસવાડી ટાઉનનો રવિવાર હાટ બજાર તેમજ ગુરુવારનો તણખલા હાટ બજાર સરકારની ગાઈડ લાઈનને લઈ બંધ કરવા સૂચન કરતા નસવાડી માર્કેટ દ્વારા હાટ બજાર અચોકસ મુદત માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમજ નસવાડી સીએચસીમા મામલતદાર દ્વારા જાતે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરાવીને ચેક કર્યું હતું.

નસવાડીના ધામસીયા અને તણખલા ગામે આરોગ્ય લક્ષિ એન્ટીજન ટેસ્ટ તેમજ અન્ય આરોગ્ય લક્ષિ તપાસ કરવા આરોગ્યની ટીમ 24 કલાક કાર્યરત કરાઈ છે. જરાપણ બે દરકારી ચલાવી ન લેવા નસવાડી મામલતદાર દ્વારા તાલુકાના દરેક અધિકારીઓને સૂચનો કર્યા છે. એકંદરે નસવાડી તાલુકાના વઘાચ ગામે એક કોરોના પોઝિટિવ કેશ આવતા તંત્ર એલર્ટ બની કામગીરીમાં લાગી ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...