તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેતી ભરવાની લાહયમા દરરોજ નસવાડી, બોડેલી, દેવલીયા રોડ પર બે ફામ ટ્રક ચાલકો દોડી રહ્યા છે. ત્યારે નસવાડીના ડોકટર વૈભવ પોતાની કાર લઈ રાજપીપળા જતા હતા. અને ગોધામ પાટીયા પાસે પોલીસના બેરીકેટની સામેથી વાંકી ચુકી બેફામ સ્પીડથી રોડ પર આવતી ટ્રકને જોઈ તે ડોકટર તેની કાર બાજુ પર લીધી હતી. પરંતુ આખરે ટ્રકનો પાછળનો ભાગ ડોકટરની કારને આગળના ભાગે અથડાયો હતો અને ડોકટર સાઈડમાં કાર લઈ ગયા બાદ પણ કારને આગળના ભાગે નુકશાન થયું હતું. પરંતું ડોકટરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રક ચાલક આખો રોડ છોડીને ત્યાંથી પસાર થતી તિલકવાડા બ્રાન્ચ કેનાલમા ટ્રક લઈ ખાબકયો હતો.
કેનાલ રોડની બાજુમા હોય પરંતુ તેની પોહળાઈ ઓછી હોય સદનસીબે ટ્રક પૂરેપુરી કેનાલની અંદર ઉતરી ન હતી. પરંતુ આગળનો શો બધો કેનાલમા ઉતરી ગયો હતો. આજુબાજુના ગ્રામજનો તરત દોડી આવી ડ્રાઈવરને બહાર કાઠી દવાખાને મોકલ્યો હતો. સદ નસીબે મોટી ઘટના ટળી ગઈ છે. ડોકટર દ્વારા નસવાડી પોલીસને જાણ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ડ્રાઈવરને ઇજા થતાં દવાખાને ખસેડાયો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.