માર્ગ માટે ‘ગાંધીચીંધ્યો’ માર્ગ:નસવાડી નજીકના ગામલોકોએ સંગીતમય સત્યાગ્રહ; 10 માસ અગાઉ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો, છતાં કામ શરૂ ન થતાં ઢોલ વગાડી વિરોધ

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડી નજીક ડુંગરો વચ્ચે ઘેરાયેલા સાકળ (પી)થી આમતા ગામ સુધી કાચો રોડ છે. પાકો રસ્તો બને દસથી વધુ ગામના લોકોને મોટી રાહત મળે એમ છે. આ રસ્તો બન્યો નહીં હોવાથી સ્થાનિક લોકોને 20 કિમી ફરીને જવું પડે છે.

રાજ્ય સરકારે રસ્તો બનાવવાનું કામ મંજૂર કરી 2.76 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરને કામ સોંપી પણ દેવાયું હતું. જો કે કામગીરી પૂર્ણ કરવાની મુદ્દત પૂરી થવા આવી છતાં પાકો રસ્તો બન્યો નથી. ગ્રામજનોએ આ અંગે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ વચ્ચેના સંકલનના અભાવને કારણે માર્ગના નિર્માણની કામગીરી ટલ્લે ચઢી હતી.

ગ્રામજનોએ વારંવાર રસ્તા માટે રજૂઆત કરી હતી. 10 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા ગ્રામજનોએ ગાંધી ચીંધ્યામાર્ગે અનોખી રીતે વિરોધ કરીને પોતાની વાત પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. ગામના લોકોએ ડુંગરો પર માનવ સાંકળ રચીને ઢોલ વગાડીને સુત્રોચાર કર્યો હતો. ગામના લોકોએ કહ્યું હતું કે ઢોલ એટલા માટે વગાડ્યું જેથી સત્તાધીશોના બહેરા કાન સુધી અમારી વાત પહોંચી શકે.

અન્ય સમાચારો પણ છે...