છોટાઉદેપુર જિલ્લા પંચાયત હેઠળ માર્ગ અને મકાન વિભાગની પાવીજેતપુર, છોટાઉદેપુર, નસવાડી, સંખેડા આમ 4 કચેરીઓ આવેલી છે. જે કચેરીમાંથી તાલુકામા આવતા કરોડોના માર્ગ અને મકાન વિભાગને લગતી કામગીરી માટેના કામોની દેખરેખ માટે ડે ઈજેનર, એસ ઓ, રોડ કારકુનની જરૂરિયાત હોય છે. અને રોડના ડામર કામમાં ડે ઈજેનર પ્લાન્ટ પર હોય અને એસ ઓ સાઈડ પરચાલી રહેલ પેવર પર હોય છે. તેમજ રોડ કારકુન પણ સાઈડ પર કામગીરી બાબતે ધ્યાન આપે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, પાવીજેતપુર 2 તાલુકામા ડે ઈજેનર ન હોઇ આ સબ ડિવિઝન હાલ ડે ઇજેનરોના ચાર્જમા છે.
જ્યારે એસઓ પણ પૂરતાં ન હોઇ કરોડોના ચાલી રહેલાં કામ જેતે કોન્ટ્રકટરોના ભરોસે હોય છે. ડે ઇજેનરોને અન્ય પણ સરકારી કામ હોય છે. જ્યારે એસઓ પણ એક જ હોઈ કરે તો શું કરે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દરેક સબ ડિવિઝનમા 2 એસઓની જગ્યા છે. એમાં બધે એસઓ એક જ છે. અને અન્ય કચેરીના એસઓ ચાર્જમા છે.
છોટાઉદેપુર જિલ્લામાં હાલ ચાલી રહેલા અંદાજીત 60 કરોડથી વધુના કામો ફક્ત 2 ડે ઇજેનરોના ભરોષે છે. સંખેડાના ડે ઈજેનરને નસવાડીનો ચાર્જ જયારે છોટાઉદેપુરના ડે ઈજેનરનો પાવીજેતપુરનો ચાર્જ છે. બીજી બાજુ કામગીરી કરનાર જેતે કોન્ટ્રકટરોને અધિકારીઓ વધુ સાઈડ પર આવતા જતા નથી. જેને લઈ સિવિલ કામગીરીમા કોન્ટ્રકટરો અને તેમના મજૂરો ભ્રષ્ટાચાર કરવામાં સફળ રહેતા હોઈ કામગીરીની ગુણવત્તા પર પ્રશ્ન ઉભા થતા હોય છે. આ બાબતે સરકાર ધ્યાન આપી ઈજેનરની જગ્યાઓ ભરી ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
દર મહિને અપાતો રેગ્યુલર ખર્ચ છેલ્લા 3 વર્ષથી બંધ હોવાથી ઓફિસનો વહીવટ કરવો મુશ્કેલ
ઝેરોક્ષ, ડીઝલ, ટેલિફોન બિલ તેમજ અન્ય ખર્ચ પેટે જિલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી રેગ્યુલર ઈમ્પ્રેસ્ટ દર વર્ષે ખર્ચ પેટે આર એન્ડ બીને અપાતી હતી. તે 3 વર્ષથી બંધ હોય વહીવટ કરવો મુશ્કેલ બન્યો છે. છોટાઉદેપુર પંચયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજેનર આ બાબતે ધ્યાન કયારે આપશે. 40,000થી વધુના નાણાં આ કચેરીઓને મળતા હતા. હવે મળતા નથી. જેને લઈ વહીવટ ઓફીસનો કરવો કઈ રીતે? એ મોટો પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.