તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:નસવાડીમાં મોબાઈલ નેટવર્કની સુવિધા શરૂ, પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થયું, વીજ પાવર ન હોઇ જનરેટર, સોલાર પેનલથી નેટવર્ક સિસ્ટમ શરૂ

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોલાર પેનલ જનરેટર સાથે ટાવર કાર્યરત કરાયો. }ઈરફાન લકીવાલા - Divya Bhaskar
સોલાર પેનલ જનરેટર સાથે ટાવર કાર્યરત કરાયો. }ઈરફાન લકીવાલા
  • પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થયું, વીજ પાવર ન હોઇ જનરેટર, સોલાર પેનલથી નેટવર્ક સિસ્ટમ શરૂ
  • જીઓના 40 મીટર ઉંચાઈના ટાવર નસવાડી તાલુકાના છેલ્લા કુપ્પા ગામમાં ચાલુ કરાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામડા જ્યા આઝાદીના વર્ષો બાદ પાકા રસ્તાની સુવિધાઓ નથી પહોંચી. પરતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. દરેક ગામ સુધી મોબાઈલ નેટવર્કની સુવિધાઓ તેમજ છેવાળાના માનવીને સરકારલક્ષી યોજનાની માહિતી મોબાઈલમાં આંગળીના ઠેરવે મળી રહેશે. જે સ્વપ્નું ડિજિટલ નેટવર્ક થકી નસવાડીના ડુંગર વિસ્તારમાં સાકાર થયું છે. નસવાડી તાલુકામાં 42 ટાવર જીઓ નેટવર્કના કાર્યરત કરાયા છે. સાથે સૌથી મોટી સિદ્ધિ કહેવાય એવા નસવાડીના ડુંગર વિસ્તારના કુપ્પા, ગણીયાબારી, સાંકળીબારી, જે છેલ્લા ગામ છે.

ત્યાં છોટીઉંમર કુપ્પાની હદમાં 40 મીટર ઉંચાઈનો ટાવર નખાયો છે. જેના થકી હાલ ત્યાં દરેક ગામમાં મોબાઈલ નેટવર્કની સુવિધા સાથે ફૂલ સ્પીડ 4જી નેટવર્ક પણ આવે છે. ડુંગર વિસ્તારના કોઈપણ વ્યક્તિને મોબાઈલ ડાયલ કરતા તરત જ રીંગ જાય છે એટલી સારી સુવિધાજીઓ નેટવર્ક દ્વારા શરૂ કરાઈ છે. ખાસ તો આ ટાવરમાં હજુ વીજ કનેક્શન મળ્યું નથી પરંતુ ત્યાં 28 સોલારની પ્લેટ સાથે સોલાર પાવર અને જનરેટર પણ કાર્યરત કરાયું છે જેમાં એક વ્યક્તિ દેખરેખ રાખે છે. નસવાડીના અકુ મેમણ અને ભાજપના લઘુમતી મહામંત્રી દ્વારા છેલ્લા ગામ જઈ નેટવર્કની સુવિધા માટે જગ્યા બતાવાઈ અને આ કામગીરી બાબતે સત્તત ધ્યાન અાપવામાં આવ્યું હતું.

હવે નેટવર્ક આવે છે, સરકારે સારું કર્યું છે
ડુંગરના 25 ગામમાં 108 ને ફોન કરવો હોય કે ગમે તે ઘટના બની હોય 15 કિમી દૂર જઈ નેટવર્ક આવે ત્યાંથી ફોન પર વાત કરવી પડતી હતી. હમણાં ફૂલ નેટવર્ક આવે છે. રસ્તા પાકા નથી હવે બનાવો તો સારું. હમણાં નેટવર્ક તો આવ્યું અમે ખુશ છીએ.>સાકુરિયા ભાઈ ભીલ, ગામ ખેંદા

અન્ય સમાચારો પણ છે...