આદેશ:કામગીરી બાબતે નિષ્કાળજી દાખવતા મનરેગાના ટેક્નિકલ આસિસ્ટન્ટ સસ્પેન્ડ

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદપુરના હવાલે કરવા TDOએ આદેશ કર્યો
  • ટેક્નિકલ આસિસ્ટન્ટને વારંવાર લેખિત મૌખિક સૂચનાઓ અાપવામાં આવી હતી

નસવાડી તાલુકા પંચાયતની મનરેગા શાખામા નસવાડી તાલુકાના 212 ગામના લોકોને રોજગારી તેમજ અન્ય સરકાર લક્ષિ યોજનાનું કામ થાય છે. જેમાં ખાસ ટેકનિકલ આસિસ્ટન્ટની સરકાર લક્ષિ રોજગારી બાબતે ધ્યાન આપવાનું હોય છે. પરંતુ નસવાડી મનરેગા શાખામા ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ ચિરાગ વસાવા બિન્દાસ્ત બન્યા હતા. ઓફીસમા આવવાનો અને જવાનો સમય તેમનો પોતાનો હતો.

અને તેઓની નબળી કામગીરી બાબતે પણ રાજકીય નેતાઓની રજૂઆત હતી. તેમજ નસવાડી તાલુકાની ચાર ગ્રામ પંચાયતમા આમરોલી, બરોલી, ખાપરીયા, કાટકુવામા ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. અને લેબરને લગતી રોજગાર લક્ષિ કામગીરી બાબતે તેઓ નબળી કામગીરી કરેલ અને નસવાડી ટીડીઓની બેઠકમા પણ બિન અધિકૃત રીતે ગેર હાજર રહ્યા હતા.

અવાર નવાર લેખીત મૌખીક સૂચનો પણ ચિરાગ વસાવાને નસવાડી તાલુકા પંચાયત ઓફીસ દ્વારા કરેલ હોવા છતાંય તેઓ પોતાની રીતે મનસ્વી વર્તન કરેલ હોય અને કામગીરી બાબતે અનિયમિતતા, નિષ્કાળજી દાખવેલ હતી. જેને લઈ નસવાડી ટીડીઓ દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટને એક તરફી ફરજ મુક્ત કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદપુરના હવાલે કરવા નસવાડી ટીડીઓએ 13 જાન્યુઆરીના રોજ આદેશ કર્યો છે. તેમજ તેઓની ચાર ગ્રામને લગતી કામગીરી બાબતનો હવાલો જેવીક સોલંકીને સોંપી દેવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...