નર્મદા જિલ્લામાં લોકોનું પ્રયાણ:કચ્છમાં પાણી-ઘાસચારાના અભાવે પરિવારોનું જિલ્લામાં સ્થળાંતર

નસવાડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર ઉનાળે કચ્છ તરફથી છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં લોકોનું પ્રયાણ

છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારમાં પાણીની સુવિધાઓ છે. અને ઉનાળાની ભર ગરમીમાં પણ પાણી અને લીલો ઘાસચારો મળી રહે છે. જેને લઈ કચ્છના કેટલાક પરિવારો ઊંટ લઈ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે. 50,100 ઊંટ સાથે પરિવાર નસવાડી નજીક જ્યાં સારો ઘાસચારો પાણી હોય ત્યાં રાતવાસો કરે છે.

કચ્છના એક પરિવારના જણાવ્યા મુજબ ઉનાળો આવે એટલે અમારે પાણી બહુ દૂર સુધી લેવા જવું પડે છે અને ઘાસચારાને લઈને પણ મુશ્કેલીઓ પડતી હોય છે. જ્યારે છોટાઉદેપુર અને ખાસ નર્મદા ડેમ નજીક આજુબાજુના વિસ્તારમાં અમને પાણી અને ઘાસચારો મળે છે. એટલે અમે આ તરફ આવ્યા છે. હાલ તો રોડ ઉપરથી એક સાથે પસાર થતા ઊંટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો કચ્છી પહેરવેશ ધરાવતા પરિવાર સાથે પણ લોકો વાત કરી તેમના પ્રશ્નો જાણી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...