શિયાળાની શરૂઆત:5 ડિગ્રી પારો ઘટ્યો.. શિયાળાના એંધાણ, વહેલી સવારે વિઝિબિલિટી 0: તાપમાન ગગડી જવાથી ઠંડકનો માહોલ સર્જાયો

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં વિઝિબિલિટી ઘટી. - Divya Bhaskar
સંખેડામાં વિઝિબિલિટી ઘટી.
  • 3 દિવસથી તાપમાન 25 ડિગ્રી રહ્યા બાદ સોમવારે પારો 20 ડિગ્રી થયો

સંખેડા અને નસવાડીમાં સોમવારે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસમય બન્યું હતું. જેના લીધે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા 2-3 દિવસથી રાત્રિના લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહેતું હતું, જે અચાનક સોમવારે સવારે 5 ડિગ્રી જેટલું ઘટી જતાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.

નસવાડીમાં વિઝિબિલિટી ઘટી.
નસવાડીમાં વિઝિબિલિટી ઘટી.

મંગલ ભારતીના હવામાનશાસ્ત્રી કેયુર પટેલે જણાવ્યું હતું કે, વાતાવરણમાં ભેજ હોય અને તાપમાનનો પારો ગગડી જાય તો એવા સમયે ધુમ્મસ સર્જાય છે. બેત્રણ દિવસ પહેલા રાત્રિનું લઘુતમ તાપમાન 25 ડિગ્રી હતું જે એકદમ જ ગગડીને 20 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. એકદમ જ આટલો ઘટાડો થવાને કારણે વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું એમ કહી શકાય કે હવે શિયાળાનો આરંભ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...