કોરોના વાઈરસ:નસવાડીમાં કોવિડ-19 હોસ્પિટલ માટે મેમણ જમાતના હોલની પસંદગી થઈ

નસવાડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીમાં કોવિડ-19 હોસ્પિટલ માટે મેમણ જમાતના હોલની પસંદગી થઈ
  • 100 બાય 40નો હોલ હોસ્પિટલ માટે ઉપયોગમાં લેવા સંમતિ અપાઈ

નસવાડીમાં 100 બેડની કોવિડ 19 હોસ્પિટલને કામચલાઉ કાર્યરત કરવા નસવાડી મામલતદાર દ્વારા નિરીક્ષણ કરાયું હતું. લોકડાઉન-4માં છૂટછાટ અપાઈ છે. ત્યારબાદ હવે ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજો તેમજ અન્ય સંસ્થાઓ શરૂ થવાની શકયતાઓ છે. ત્યારે તંત્ર પાણી આવતા પેહલા પાડ બાંધીને તૈયારી કરી રહ્યું છે. નસવાડી તાલુકાના 212 ગામડા હોય હવે કોવિડ 19થી લડવાનું છે.

આગામી દિવસોમાં મહિનાઓમાં જો કોવિડ 19ના કેશો વધુ પોઝિટીવ આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય લક્ષિ સુવિધાઓ ઉપલબ્ધ હોય તો તંત્રને પાછળથી દોડાદોડ ના કરવી પડે. તે હેતુથી રાજ્ય સરકાર અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ નસવાડી મામલતદાર દ્વારા નસવાડી મેમણ જમાતખાના હોલમાં 75 બેડ અને માર્કેટ કમિટી રેસ્ટ હાઉસમાં 15 બેડ. આ બન્ને જગ્યા પર 90 બેડની હોસ્પિટલ કાર્યરત થઈ શકે તેમ છે. સાથે સુવિધાઓ શુ છે તે બાબતે મામલતદાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું હતું. નસવાડી મામલતદાર દ્વારા નસવાડી મેમણ જમાતના પ્રમુખ સાથે માર્કેટના પ્રમુખ મંત્રી સાથે ચર્ચા કરી હતી. નસવાડી મેમણ જમાતે 100/40નો હોલ કોવિડ 19 હોસ્પિટલના ઉપયોગમાં લેવા માટે સંમતિ આપી છે.

અન્ય સમાચારો પણ છે...