આયોજન:100 ટકા રસીકરણનો લક્ષ્ય હાંસલ કરવા માટે તંત્રની પ્રજા સાથે બેઠક

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનો અને કર્મચારીઓ સાથે અધિકારીઓની બેઠક. - Divya Bhaskar
ગ્રામજનો અને કર્મચારીઓ સાથે અધિકારીઓની બેઠક.
  • લોકો રસી લેવા કેમ નથી આવતા તે પ્રશ્ન બેઠકમાં મહત્વનો હતો

નસવાડી ટાઉન ના અલગ અલગ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનની કામગીરી પૂર્ણ નથી થઈ. જેને લઈ સવાર પડતા જ વેક્સિન લેવાની બાકી હોય તો વેક્સિન લઈ લેવા બાબતે અલગ અલગ વિસ્તારોમાં આશા વર્કરો, આંગણવાડી બહેનો, શિક્ષકો જાણ કરે છે અને વેક્સિનની કામગીરી જેતે સ્થળ પર આરોગ્યની ટીમ શરૂ કરે છે. ત્યારે નોડલ અધિકારીઓ પણ આવે છે. પરંતુ વેક્સિન લેવા ગ્રામજનો આવતા ન હોઇ તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. અનેક ગ્રામજનો રસી લેવાની બાકી છે છતાંય અમે રસી લઈ લીધી છે કોઈ બાકી નથી તેવા જવાબો આપી રહ્યા છે.

જ્યારે નસવાડી ટાઉનમાં અનેક વિસ્તારોમાં ગ્રામજનો રસી લેવાની બાકી છે. અનેક વિસ્તારોમાં કોરોના રસી લેવાની બાકી હોય તેવા ગ્રામજનો તંત્રને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ત્યારે જેમને રસી લીધી છે. તેમના મોબાઈલ નંબર સાથે ઓનલાઈન પ્રમાણપત્રની ચકાસણી થાય તો જ કોણે રસી લીધી નથીની સાચી વાત બહાર આવી શકે તેમ છે. જેને લઈ ગ્રામજનો અગ્રણીઓ સાથે મુખ્ય નોડલ અધિકારી સાથે તાલુકાના અધિકારીઓ હાજર રહી વેક્સિન બાબતે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...