ઘર બળીને ખાખ:નસવાડીના સમરીપીપેરના આદિવાસી પરિવારના મકાનમાં ભારે આગ

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમરીપીંપેર ગામે કાચા મકાનમાં આગ લાગતાં મકાન બળી ગયું હતું. - Divya Bhaskar
સમરીપીંપેર ગામે કાચા મકાનમાં આગ લાગતાં મકાન બળી ગયું હતું.
  • પરિવાર મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર ગયો હતો, 212 ગામમાં ફાયર ફાઇટરની સુવિધા જ નથી

નસવાડીના ચામેઠા રહેતા ભીલ જસવંતભાઈ છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્ર મજૂરી કરવા તેમની પત્ની અને ત્રણ દીકરી સાથે ગયા છે. દરમિયાન સમરી પીપેર ગામે તેમના કાચા મકાનમાં આગ લાગતાં ઘર બળીને ખાખ થઇ ગયું હતું. ચામેઠા ગામના લોકોના જણાવ્યા મુજબ 212 ગામના તાલુમાં ફાયર ફાઈટરની સુવિધા નથી.

આથી જ્યારે પણ નસવાડી તાલુકાના ગામોમાં ઘરોમાં આગ લાગે ત્યારે ભારે નુકસાન થાય છે. સમરી પીપેરમાં આગ લાગતા મકાનની ઘર વખરી તેમજ અન્ય ચીજ વસ્તુ ઓ બળી ગઈ છે. પરિવાર સોરાષ્ટ્ર હોઇ કોઈ સંપર્ક પણ થતો નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...