નસવાડી નજીકથી નેશનલ હાઇવે નંબર-56 પસાર થાય છે. જે હાઇવે રોડ હવે 4 લેન બનવા જઈ રહ્યો છે. જેને લઈ ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર સડક પરિવહન દ્વારા માર્ચ મહિનામાં ગેજેટ પણ બહાર પાડ્યું છે. જેમાં નેશનલ હાઈવે નંબર 56 દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં આવતા અંદાજીત 80થી વધુ ગામડામાં રોડનું સર્વે કરાશે.
આ રોડમાં ખાસ નસવાડી, સંખેડા, બોડેલીના 41 ગામ આવે છે. જેમાં નસવાડી તાલુકા સિંધીકુવાથી લઈ નસવાડીના ગોધામ સુધીની હદમાં આવતા 18 ગામડા છે. જ્યારે સંખેડાના 4, બોડેલી તાલુકા 19ના ગામડાઓ આવે છે. જાન્યુઆરી માસમાં બોડેલી ડેપ્યુટી કલેક્ટર દ્વારા દાહોદ દિલ્હી મુંબઈ હાઇવે રોડના પ્રોજેક્ટને લઈ તાલુકા મામલતદાર પાસે આ બાબતમાં જેતે ગામની જમીન સંપાદન કરવાની થાય છે. જેને લઈ ગામડાઓની ખાત્રી કરીને પ્રમાણપત્ર મોકલવા ડે કલેક્ટર દ્વારા આદેશ કરાયો હતો. આ રોડ દાહોદથી વાપી સુધીનો હોય જેતે ગામડાની જમીનને લગતી કાર્યવાહી કરવાની હોય નેશનલ હાઇવે ઓથરિટી દ્વારા જેતે જિલ્લા કલેક્ટરને પત્ર લખી આ બાબતે જાણ કરી છે.
એકંદરે ભારત માલા પ્રોજેકટ અંતર્ગત હવે નેશનલ હાઇવે-56 છે જે રોડ 4 લેન બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરાશે અને એકાદ બે વર્ષ બાદ આ હાઇવે રોડ 4 લેન બનશે તેમ લાગી રહ્યું છે. તે પહેલા રોડની અંદર આવતી કેટલાય ખેડૂતોની જમીનને લઈ તંત્ર સામે કકળાટ થવાની શક્યતા દેખાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.