છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 212 ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમા આરોગ્ય લક્ષિ સેવા અને ખાસ સગર્ભા મહિલાઓને દાખલ દર્દીઓને એક ટાઈમ ભોજનની વ્યવસ્થા ન હોય. જેને લઈ આદિવાસી વિસ્તારના લોકોમા ભારે રોષ ઉઠ્યા બાદ આખરે જય આદિવાસી મહાસંઘ ગુજરાતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને અન્ય સભ્યો તેમજ આદિવાસી આગેવાન મહિલાઓની બેઠક મળી હતી. સરકાર આદિવાસી વિસ્તારની સુવિધા માટે કરોડોના બજેટ ફાળવે છે. પરંતુ નસવાડી CHCમા હાલ દાખલ દર્દીને એક ટાઈમ ભોજન મળતું નથી.
સરકારી દવાખાનું હોય મસમોટી જાહેરાત કરાય છે. છતાંય આદિવાસી ઓને સુવિધાઓને લઈ હેરાન થવું પડે છે. પ્રસુતાં વોર્ડના શૌચાલય શરૂ કરાવવા રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારને રજુઆત કરાઈ છતાંય કોઈ કામ થયું નથી. ભોજન બાબતે પણ સરકારી તંત્ર ધ્યાન ન આપ્યું બાળકો જન્મે તો કિટ આપવામાં આવતી નથી. તેમજ અન્ય આરોગ્ય લક્ષિ સુવિધાઓને લઈ અનેક ચર્ચા આ બેઠકમા કરાઈ હતી. અને પહેલા નસવાડી CHCના ડોક્ટર પછી મામલતદાર અને અગાઉના ધારાસભ્ય અને હાલના સાંસદને આ બાબતે જય આદિવાસી મહાસંઘ ગુજરાત આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું જણાવ્યું છે.
દર્દીને ભોજન ન મળે, અન્ય સુવિધા ન મળે એનો શું મતલબ? : અમે આ બાબતે રજૂઆત કરીશું
વર્ષો થી જે દવાખાને દર્દીઓને ભોજન મળતું હતુ જે હમણાં બંધ છે. ટેન્ડર કોઈ ભરે ન ભરે એ તંત્રએ જોવું જોઈએ. મસમોટી જાહેરાત થાય પણ પરિસ્થિતિ દવાખાને કઈ અલગ છે. અમારા આદિવાસી દર્દીઓને ભોજન આપવાનું બંધ છે. અન્ય આરોગ્ય લક્ષિ સુવિધાઓ મળતી નથી. અનેક ફરિયાદ આવી છે. આરોગ્ય લક્ષિ સેવાને લઈ બેઠક મળી હતી. અમે આ બાબતે તંત્રને રજુઆત કરીશુ રોગી કલ્યાણ સમિતિ શું કામગીરી કરી તે બાબતે જવાબ લઈશું. > અરવિંદભાઈ ભીલ, પ્રમુખ, જય આદિવાસી મહાસંઘ, ગુજરાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.