તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:તુરખેડામાં શબવાહિનીના અભાવથી સ્વજનના મૃતદેહને લઈ જવા લોકો 5 હજાર ખર્ચવા મજબૂર

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના માડવાથી પટકાતા થયેલું મોત, શબવાહિની વસાવવા નસવાડીના જાગૃત ગ્રામજનોની માગ
  • મરનાર યુવકને પટકાયા બાદ ગઢબોરિયાદ દવાખાને લઇ જવામાં પણ રૂપિયા 2000નું ભાડુ ચુકવ્યું

નસવાડી તાલુકાના છેવાડે અડીને આવેલા અને કવાંટ તાલુકાના તુરખેડા ગામનો ભીમસિંગ નાયક ખેતરમાંના માડવા પર કામ કરતા નીચે પટકાયો હતો. તેને પેટના અંદરના ભાગે ઇજાઓ થઈ હોય ત્યારે જાણી શકાયું નહોતું. બુધવારે ઘટના બનેલા પરતું ગુરુવારે સારું ન લાગતા તેને 2 હજાર વાહન ભાડાનો ખર્ચ કરી ગઢબોરીયાદ દવાખાને લાવ્યા ત્યાંથી 108 મારફતે નસવાડી લાવ્યા નસવાડી લાવતા તેનું મોત થયું હતું. હવે ગરીબ પરિવાર ફક્ત બે વ્યક્તિ સાથે હતા તેના મૃતદેહને લઈ જવા તુરખેડા ગામની આગળથી ટેમ્પો મગાવ્યો તેનું ભાડું 5 હજાર નક્કી કર્યું હતું, જે ગ્રામજનોએ જણાવ્યું હતું.

લાચાર જીંદગી એવી કે ટેમ્પોમાં મૃતદેહને ચઢાવવા પણ પત્ની આગળ આવી હતી. સાથે અન્ય ત્રણ વ્યક્તિ હતા 4 કલાક પત્ની દવાખાનાના સ્ટ્રેચર પર મૃતદેહ પાસે બેસી રડતી હતી. કવાંટના ડુંગર વિસ્તારના છેલ્લા ગામ તુરખેડા આ મૃતદેહ લઈ ગયા બાદ ત્યાંથી ચાવદ ફળીયાથી રસ્તો ન હોય બુડની ફળીયા 5 કીમી આ મૃતદેહને અડધી રાત્રે ગ્રામજનો ઊંચકીને લઈ ગયાનું રાજુભાઈ ગ્રામજન જણાવ્યું છે. આદિવાસી વિસ્તારના લોકોને સુવિધાઓનો અભાવ છે પરંતુ એક સબ વાહિની ન હોય ત્યારે માણસને બચાવવા સારવાર માટે 2 હજાર ભાડું જ્યારે મરી ગયા બાદ લઈ જવા 5 હજાર ભાડું ખર્ચ કરવું પડે ત્યારે કોરોના કહેર વચ્ચે આપણી સિસ્ટમ સામે લાચાર જીંદગીની આ વરવી વાસ્તવિકતા છે, ત્યારે સબવાહિની વસાવવા નસવાડીના જાગૃત ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...