તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નસવાડીમાં ખાતરની અછત, ચોમાસાના આગમન પહેલાં જ ખાતર નહીં મળતાં ખેડૂતો ચિંતિત બન્યા

નસવાડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા યુરીયા, ડીએપી મળતું ન હોઇ 8 દિવસથી ખેડૂતો ખાતર શોધી રહ્યા છે

ખેડૂત જાય તો ક્યાં જાય આકાશી આફતોનો સામનો કરી ખેડૂત માંડ બેઠો થાય છે અને ફરી એજ સમસ્યા સામે ખેડૂતો ઝઝૂમતા હોય છે. ગત વર્ષે નસવાડી તાલુકામાં ખાતરની અછત સર્જાઈ હતી અને બે થેલી ખાતર લેવા લાઈનો લાગતી હતી. ત્યારે હજુ તો ચોમાસાના વાદળો બંધાયા નથી તે પહેલા નસવાડીમાં ખાતરનો કકળાટ શરૂ થયો છે.

નસવાડી તાલુકાના ખેડૂતો હાલ ખાતર શોધતા થઈ ગયા છે. ખાસ તો વરસાદ પડે તે પહેલા નસવાડીના ડુંગર વિસ્તારના એવા રસ્તા છે. જ્યાં વરસાદ બાદ ખાતર લઈ જવું મુશ્કેલ પડે છે. જેને લઈ ડુંગર વિસ્તારના ખેડૂતો ખાતર લેવા આવી રહ્યા છે. જ્યારે નસવાડી નજીકના ખેડૂતો પણ ખાતર લેવા આવી રહ્યા છે. પરંતુ હાલ ખાતરની અછત હમણાંથી શરૂ થઈ તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે ખેડૂતોને નસવાડીના ગુજકોમાસોલ ખાતર ડેપો દ્વારા અન્ય ખાતર લેવા સમજ આપય છે.

પરંતુ નસવાડી તાલુકાના ખેડૂતો ફક્ત નર્મદા યુરીયા ખાતરની જ માગ કરે છે. જ્યારે નર્મદાનો પ્લાન્ટ બંધ હોય હજુ ખાતર આવતા વાર લાગશે તેમ જાણવા મળ્યું છે. જ્યારે ડીએપી ખાતર પણ હાલ મળતું નથી. ખેતીના પાયાનું ખાતર શરૂઆતમાં ન મળતા હવે ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે. ગત વર્ષે ખાતરને લઈ ખેડૂતોને ઉજાગરા થયા તેમ આ વખતે પણ ઉજાગરા થશે તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે ચૂંટાયેલા નેતાથી લઈ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ક્વોલિટી વિભાગ હમણાંથી ખાતરની અછતનો પ્રશ્ન હલ થાય તે બાબતે પ્રયાસ કરે તેવી માગ ઉઠી છે.

બધે ફરીને તપાસ કરી પણ ખાતર મળતું નથી
આખા બજારમાં નર્મદા યુરીયા ખાતર મળતું નથી. ચાર થેલી જોઈએ છે. પાયાનું ખાંતર ખેડૂતોને મળતું નથી. હજુ તો વરસાદ આવ્યો નથી તે પહેલા ખાતર મળતું નથી તો સરકાર ધ્યાન આપે તેવી માગ છે.
> ઈલાભાઈ ભીલ, ખેડૂત

ખેડૂતો નર્મદા યુરીયા વધારે માગે છે
નર્મદા યુરીયા ખાતર આ વિસ્તારના ખેડૂતો વધારે માગે છે. ખાતરમાં કન્ટેન એક જ હોય છે. અમે સમજ આપીએ છે પણ તેઓ સમજતા નથી. હમણાં નર્મદા યુરીયા ખાતર અને ડીએપી નથી. આજકાલમાં આવશે તો આપીશું. > યોગેશભાઈ શાહ, ડેપો મેનેજર, નસવાડી

અન્ય સમાચારો પણ છે...