તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નસવાડીના કોરોના એન્ટિજન ટેસ્ટ કેમ્પમાં મેડિકલ વેસ્ટના નિકાલનો વર્તાતો અભાવ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડીના એન્ટિજન ટેસ્ટ કેમ્પમાં મેડિકલ વેસ્ટનો નિકાલ થતો ન હોય પવનમા ઉડી રહ્યો છે. - Divya Bhaskar
નસવાડીના એન્ટિજન ટેસ્ટ કેમ્પમાં મેડિકલ વેસ્ટનો નિકાલ થતો ન હોય પવનમા ઉડી રહ્યો છે.
  • એન્ટિજન ટેસ્ટ કિટમાં ગમે તેટલી પોઝિટિવ વ્યક્તિ આવી હોય તે કિટ ત્યાં જ રહેતા સંક્રમણનો ભય+કર્મચારીઓ કોરોના સંક્રમણના મેડિકલ વેસ્ટ વચ્ચે જીવના જોખમે કામગીરી કરી રહ્યાં છે

કોરોનાને ભગાડવા છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ સારી ઓફિસમાં બેસી મોનિટરીંગ કરી રહ્યા છે. તેવી જ રીતે નસવાડી તાલુકાના અધિકારીઓ પણ ઓફિસમાં બેસી મોનિટરીંગ કરી રહ્યા છે. અધિકારીઓ ગ્રાઉન્ડ 0 પર જાય તો સારી કામગીરી દેખાય પરતું આખરે આરોગ્યલક્ષી સેવા કરવામાં ગ્રાઉન્ડ 0 પર નાના કર્મચારીઓ ઝઝૂમી રહ્યા છે. તેવામાં કોરોના એન્ટિજન ટેસ્ટ કેમ્પ નસવાડીમાં કાર્યરત છે. ત્યારે જે વ્યક્તિનો એન્ટિજન ટેસ્ટ થાય તો તેના નાકમાંથી સેમ્પલ લેવાય છે પછી કીટ પર તેની ચકાસણી થાય છે.

તેમાં તે વ્યક્તિ પોઝિટિવ, નેગેટિવ બતાવે છે. ત્યારે નસવાડીના કેમ્પમાં દરરોજના અસંખ્ય પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તે કેમ્પમાં એન્ટિજન કીટનો મેડિકલ વેસ્ટના સફાઈ તેમજ નિકાલની કોઈ વ્યવસ્થા નથી ડોલ ભરાઈ ગઈ છે. પવનથી બધું મેડિકલ વેસ્ટ મોજા હવામાં ઉડી રહ્યા છે. જ્યારે તંત્ર કોરોના વાઈરસથી દૂર રહેવા હાથ નહિ મિલાવવા સોશિયલ ડિસ્ટન્ટના સૂચનો કરાય છે.

પરંતુ જે સેમ્પલ લીધા બાદ કોરોના જીવતો વાઈરસ કેમ્પના મેડિકલ વેસ્ટનો નિકાલ ન થતો હોય ત્યાં પડી રહ્યો છે. તેનું શું હાલ તો ગ્રાઉન્ડ 0 પર કામ કરતા નાના કર્મચારીઓ જીવના જોખમે વાઈરસ વચ્ચે કામગીરી કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના અધિકારીઓ કેમ્પમાં આવે અને આ બાબતે જરા ગંભીર બની મેડિકલ વેસ્ટનો નિકાલ દરરોજનો વ્યવસ્થિત થાય તે જરૂરી બન્યું છે. બાયો મેડિકલ વેસ્ટની ગાડીઓ આવે છે તેમાં આ કેમ્પની મેડિકલ વેસ્ટનો નિકાલ કરાય તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...