તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:નસવાડીમાં મૃતકોના કપડા અને ધાર્મિક વિધિના સાધનની અછત

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના રોગને લઇ દુકાનોમાં સર્જાયેલી અછત

કોરોના વાઇરસની મહામારીએ આવા પણ દિવસો બતાવ્યા છે. નસવાડી ટાઉનથી લઈ ગામડામાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે, જે નસવાડીના કાપડ બજાર અને વાસણ બજારમા આવતા ગ્રાહકોથી ખબર પડે છે. નસવાડીના કાપડ બજારમાં સવાર પડતા ગામડાના લોકો જેના ઘરે મૃત્યુ થયું હોય તે સ્મશાન વિધિ સમયે મૃતકને શરીર પર નવા કપડા પેહરાવતા હોય છે તે કપડામાં લેંઘો અને શર્ટ હોય છે તેની હાલ બધી જ દુકાનોમાં અછત સર્જાય છે.

સાથે અન્ય શાલનું વધુ વેચાણ છે અને કેટલા વેપારીઓ કાપડનો માલ અન્ય શહેરોમાંથી મંગાવી રહ્યા છે, જ્યારે ધાર્મિક વિધિમાં સ્ટીલના લોટાની જરૂર પડતી હોય ત્યારે નસવાડીના વાસણ બજારના વેપારી નિશારભાઈ પઠાણના જણાવ્યા મુજબ હાલ લોટાનો ખૂબ ઉપાડ છે. અમે માલ અન્ય વેપારીને નોંધાવ્યો છે તે પણ 15 દીવસ બાદ આવશેનો વાયદો કરે છે. નસવાડી તાલુકામા લગ્નની સીઝન સામે હાલ મૃતકોનો સામાન લેવા લોકો વધુ નસવાડીમાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...