નસવાડીના કુકરદા ગામે રહેતા નાયક તેરસિંગભાઈ અલસિભાઈ આમ તો સ્વસ્થ હતા. પરંતુ છેલ્લા સાત વર્ષથી તેઓ એટલી ગરીબાઈમાં જીવી રહ્યા છે કે હવે આદિવાસી સમાજથી લઈ સરકારી તંત્ર પાસે મદદની પોકાર લગાવી છે. તેરસિંગભાઈ ખેત મજૂર છે અને પત્ની, બાળક સાથે ખેત મજૂરી કરી જીવન ગુજરે છે.
પરંતુ એકવાર સાઇકલ પરથી પડ્યા બાદ તેની કમરમાં માર વાગતાં તે કામગીરી કરી શકતો નથી. હાલ તે જમીન પર ટેકો લઈ કોઇપણ કામગીરી કરે છે. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તેને ભૂખમરા જેવી પરિસ્થિતિ આવી છે. આદિવાસી નાયક પરિવાર પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોઇ આધારકાર્ડ કે અન્ય સરકારલક્ષી કોઈ યોજનાનો લાભ તેમને મળી શકતો નથી.
હાલ તેની ઉમર 30 વર્ષ ઉપર હોઇ સરકારી તંત્ર પાસે મદદની પોકાર લગાવી છે. સરકાર ગરીબોને મદદરૂપ બનતી હોય ત્યારે નસવાડી મામલતદાર, ટીડીઓ આ બાબતે ધ્યાન આપી ગરીબ પરિવારને મદદરૂપ બને તેમજ આદિવાસી સમાજ પણ એક આદિવાસી પરિવારને મદદરૂપ બની તેને પગભર બનાવે તે જરૂરી બન્યું છે.
તંત્રનો કોઈ રેકર્ડ ન હોઇ અમે મદદ માગીએ છીએ
સરકારી ડોક્યુમેન્ટ માટે મેહનત કરી પણ કશું થયું નથી. પરિવાર હેરાન છે. સૌ કોઈ મદદરૂપ થાય એવી અપીલ છે. દવાખાને લઈ જઈએ પણ એના ખર્ચ માટે પણ રૂપિયા નથી. હાલ લાચાર પરિવારને મદદરૂપ થવા સૌ કોઈ આગળ આવે તે જરૂરી છે. - સુનિલભાઈ ભીલ, ગ્રામજન, કુકરદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.