ગ્રામજનો આજેપણ પાકા રસ્તાથી વંચિત:કુકરદાના ડુંકટા, કુંડીફળિયાના કાચા રસ્તા ગ્રામજનો સ્વ ખર્ચે રિપેરીંગ કરાવવા મજબૂર

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુકરદા જિલ્લા - તાલુકા પંચાયત બેઠક હોવા છતાંય પાકા રસ્તા નથી
  • 600થી વધુ વસ્તી ધરાવતા આ ફળિયાના ગ્રામજનો કાચા રસ્તા હોઈ બારેમાસ દુ:ખ ભોગવે છે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સૌથી મોટુ ગામ કુકરદા ગામ છે. રાજકારણનું મુખ્ય સેન્ટરથી લઈ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કુકરદા ગામના ડુંકટા ફળિયા અને કુંડી ફળિયામા રહેતા ગ્રામજનો આજેપણ પાકા રસ્તાથી વંચિત છે. અંદાજીત 600થી વધુ વસ્તી ધરાવતા આ ફળિયાના ગ્રામજનો કાચા રસ્તા હોય બારે માસ દુઃખ ભોગવે છે. ખાસ તો ચોમાસામા વધુ દુઃખ ભોગવે છે. હાલ કાચા રસ્તા દર વર્ષની જેમ સરકારી તંત્ર ધ્યાન ન આપતા ગ્રામજનો જાતે પોતાના ખર્ચે ફાળો કરીને જેસીબી મારફતે રસ્તા રિપેરીંગ કરાવી રહ્યા છે.

કુકરદા ગ્રામ પંચાયત છે. પરંતુ ગ્રામ પંચાયત પાસે પાકા રસ્તા બનાવે તેવી કોઈ જોગવાઈ નથી. કારણ કે બે કિલોમીટરથી વધુનો કાચો રસ્તો તો પંચાયત પાસે પુરતુ ભડોળ ન હોઇ પાકા રસ્તા બને કઈ રીતે નો પ્રશ્ન છે. જ્યારે ફળિયા કનેક્ટિવટીને જોડતા રસ્તા હોઇ નસવાડી પંચાયત માર્ગ મકાન પણ આ બાબતે ધ્યાન આપતું નથી. કુકરદાના ગ્રામજનો કાચા રસ્તા જાતે જેસીબી મંગાવી પોતાના ખર્ચે રિપેરીંગ કરાવવા મજબુર બન્યા છે. કુકરદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક હોવા છતાંય આઝાદીના વર્ષો બાદ પણ કુકરદાના ગ્રામજનો કાચા રસ્તાને લઈ હેરાન છે.

ગ્રામજનોએ સ્વખર્ચે જેસીબીથી રસ્તા રીપેર કરાવ્યાં
નસવાડીના કુકરદાના ડુંકટા, કુંડીફળિયાના કાચા રસ્તા પાકા ન બનતા ગ્રામજનો પોતાના ખર્ચે જેસીબીથી રસ્તા રિપેરીંગ કરાવવા મજબુરબન્યા છે. - ઈરફાન લંકીવાલા

દર વખતે અમારા ખર્ચે બધા ભેગા થઈ ફળિયાને જોડતા રસ્તાનું રિપેરિંગ કરાવીએ છે
108 આવતી નથી. મોટો પ્રશ્ન કાચા રસ્તા પાકા બનતા નથી. દર વર્ષે અમારે બધા પાસે પૈસા ઉઘરાવી રસ્તા રિપેરીંગ કરાવવા પડે છે. ડબલ એનજીનની સરકાર જલ્દી અમારા ગામના પાકા રસ્તા બનાવી બધાને સુવિધા આપે તેવી મારી માંગ છે. હમણાં જેસીબીથી રસ્તા રિપેરીંગ કરાવીએ છે. - પીન્ટુભાઇ ડુ ભીલ, ગ્રામજન, કુકરદા

સરકારમાં રસ્તા પાકા બને તે માટે માંગ કરી છે
સરકારમા અમે પણ રજૂઆત કરી છે. જે પાકા રસ્તા બન્યા નથી તે જલ્દી બનશે. મને પણ ગ્રામજનો રસ્તા બાબતે રજૂઆત કરી છે. હું પણ સરકારમા અને ધારાસભ્ય સાંસદને રસ્તા બાબતે રજૂઆત કરી છે.> દીતીયા ભાઈ ડુ ભીલ, તાલુકા પંચાયત સદસ્ય, કુકરદા બેઠક

અન્ય સમાચારો પણ છે...