આપઘાત:કુકરદા જિ. પં. બેઠક પર ચૂંટણીમાં હારેલી યુવતીએ દવા પી લેતાં મોત

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીતાબેન ડું ભીલ - Divya Bhaskar
નીતાબેન ડું ભીલ
  • શુક્રવારે દુગ્ધામાં અગમ્ય કારણોસર દવા ગટગટાવી હતી
  • નસવાડી પોલીસે પીએમ કરાવીને બોડી સોંપી

નસવાડીના ડુંગર વિસ્તારના દુગ્ધા ગામે રહેતી નીતાબેન દિલીપભાઈ ડું ભીલ જેઓ કુકરદા જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસ તરફી શિક્ષિત ઉમેદવાર હતા. પરંતુ તેઓ હારી ગયા હતા. શિક્ષણની પ્રવુતિમાં લાગી ગયા હતા. શુક્રવારના રોજ તેઓ અગમય કારણોસર ઝેરી દવા પી લેતા તેને નસવાડી વધુ સારવાર માટે લાવેલ પરંતુ દવા વધુ પી લીધી હોય મોત થયેલ.

નસવાડી પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસર નીતાબેનનું પીએમ કરાવી બોડી પરિવારજનોને સોંપેલ છે. યુવા શિક્ષિત કોંગ્રેસના તેઓ ચાલુ ભણતરમાં ચૂંટણી લડવા ઉમેદવાર રહ્યા હોય અને તેના પિતા સક્રિય કોંગ્રેસના વફાદાર કાર્યકર હતા. અચાનક બનેલ ઘટનાથી સમગ્ર તાલુકા કોંગ્રેસ પક્ષ અને આદિવાસી વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...