તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:તાલુકાની 60 ગ્રામ પંચાયતોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે, એભેસિંગ તડવી

નસવાડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંખેડાના ધારાસભ્યએ મામલતદાર, TDO સાથે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી
 • નસવાડીમાં શરૂ થનાર કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થાને લઈ ચર્ચા કરાઈ

નસવાડીની આદર્શ નિવાશી શાળામા 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનાને કઈ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીની મુલાકત બાદ સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવી નસવાડીની મુલાકતે આવ્યા હતા. ત્યારે તેમના મત વિસ્તારમા પણ કોરોના વાયરસના કેસ વધી ગયા હોઇ અને આવનાર દિવસોમા કોરોના વાયરસ દર્દીને મુશ્કેલી ન પડે માટે નસવાડી આદર્શ નિવાશી શાળામા 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાને લઈ શુ તૈયારી અને કઈ રીતે આયોજન કરાયું છે. જેની જાત મુલાકત સંખેડા ધારાસભ્યએ કોવિડ કેર સેન્ટર પર જઈ લીધી હતી.

સાથે નસવાડી મામલતદાર, ટીડીઓ અને આરોગ્ય વિભાગ દ્વારા શુ આયોજન કરાયું છે ની ચર્ચા કરી હતી. સાથે અગમ ચેતીના પગલાંને લઈ તાલુકાની 60 ગ્રામ પંચાયતમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની તૈયારી શરૂ કરાઈ છેનું ધારાસભ્ય જણાવ્યું છે. એક વખત કોવિડ કેર સેન્ટર શરૂ થયા બાદ બધી ખૂટતી કડીને જોડવાનું કામ થશે. હાલ તો કોરોના વાયરસ થી લોકો ને કઈ રીતે મદદરૂપ થવું તે બાબતે બધા જ ચિંતિત બની કામગીરીમા લાગી ગયા છે અને એક બે દિવસમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનુ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો