ખેડૂતો ચિંતિત:કોઠીયા, ક્લેડિયા, ચામેઠાના ખેડૂતોને કપાસના છોડનો કલર બદલાતાં વાઇરસની આશંકા

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ દવાની દુકાને જઈ રોગ વિશે પૂછપરછ કરતાં કોઈ માર્ગદર્શન ન મળ્યું
  • ખેતીવાડી અધિકારીઓ ખેતરની મુલાકાત લઈ ખેડૂતોને માર્ગદર્શન આપે તેવી માગ

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. ત્યારે હાલમાં વરસાદ બાદ ખેડૂતોમા ખુશી છવાઈ હતી. જેમાં ખાસ કરીને કપાસનું વાવેતર નસવાડી તાલુકામા 11 હજાર હેકટરમાં કરાયું છે. હાલ ખેડૂતોના ખેતરમા કપાસના છોડ 3 ફૂટની ઉંચાઈ સુધી પહોંચી ગયા છે. જેમાં નસવાડી તાલુકાના કોઠીયા, ચામેઠા સાથે ક્લેડિયાના ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે જે રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતો તેમની ખેતીને વાયરસ લાગ્યો હોય તેમ નસવાડી તાલુકાના ખેડૂતોની ખેતીને પણ કોઈ વાયરસની અસર થઈ રહી છે. તેમ શંકા વ્યકત કરી રહ્યા છે.

કપાસની ખેતી કરતા ખેડૂતો કપાસના છોડનો કલર બદલાઈ રહ્યો છે નું જણાવી રહ્યા છે. સાથે મોટા મોટા ખેડૂતો અચાનક ખેતીમા કરેલ કપાસના છોડનો ઉછેર સાથે કપાસના પાંદડા સંકોચાવવા લાગ્યા છે. જે બાબતે મુંઝવણમા મુકાયા છે. ખેતીવાડી અધિકારીઓ તત્કાલ રાહ જોયા વગર ખેડૂતોના ખેતરની મુલાકત લઈ જરૂરી માર્ગદર્શન આપે તેવી ખેડૂતોની માંગ છે.

નહી તો ખેતીમા મોટું નુકસાન થશેની ચિંતા વ્યક્ત કરી છે.કોઠીયાના ખેડૂત પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, કપાસના છોડનો કલર બદલાયો છે. દવાના વેપારીની સલાહ લીધી છે. પણ હજુ કોઈ કશું કહેતા નથી. ભરૂચ બાજુના સંબંધીને પૂછતાં તેઓ આ વાયરસની અસર છે તેમ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...