છોટાઉદેપુરના કોસિંદ્રા ખાતે ખાનગી જીનમાં ખેડૂતો કપાસ વેચાણ માટે લઈ જાય છે. જેમાં નર્મદાના શીરા ગામના ખેડૂતો કપાસ જીનમાં વેચવા ગયા હતા. તેમનું કપાસનું બિલ રૂા.1,79,361 બનેલ, જેમા રૂા.3361 કેશ એમાઉન્ટ એમ બિલમાં રકમ છે.
જ્યારે ખેડૂતને કાચી પાવતી આપવામાં આવી હતી. જેમાં 3361માંથી 2691 બાદ કરી ફક્ત રૂા.670 આપવામાં આવ્યા હતા. જેને લઈ ખેડૂતે આ બાબતે જીનમાં વાત કરતાં અહીં તમને પોસાય તો જ કપાસ આપવા આવો તેમ જણાવેલ. જ્યારે ખેડૂતો કપાસ વેચવા જતા હોય અને આ રીતે જીનમાં વટાવ પેટે રૂપિયા કપાઈ જતા હોઇ ખેડૂતોમાં રોષ ઉઠ્યો છે.
આ બાબતે જીન માલિકને પૂછતાં તેમણે પણ વટાવ કાપે છે તેમ જણાવેલ. અને રોકડ રકમ ચેક તે જ દિવસમાં પેમેન્ટ ખેડૂતોને જોઈએ તો વટાવ કાપવો પડે છે તેમ જણાવ્યું હતું. ઘાંસડીઓ પર 1.5 ટકા જીન પાસે કાપવામાં આવે છે. તો એ પણ જીનરોને નુકસાન છે. ત્યારે એકબાજુ વટાવનો કકળાટ અને બીજીબાજુ જીનરોને ટેક્સને લઈ સમસ્યા હોઇ હવે ખેડૂતો જાય તો ક્યાં જાય તેવો પ્રશ્ન ઉઠતાં ખેડૂતો વટાવને લઈ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
મિલો જ ઘાંસડીઓ પર 1.5 ટકા લે છે તો કરવાનું શું
મિલો ઘાંસડીઓ પર ટેક્સ લે છે તો શું કરવાનું? અમારી ખાનગી પેઢી છે. ખેડૂત કપાસ લઈ આવે છે અમે લેવા જતા નથી. રોકડ ચેક તે જ દિવસના પેમેન્ટ હોય તો અમે વટાવ લઈએ છે. એમને ન પોસાય તો કપાસ લઈ ન આવે.- પ્રવીણાબેન, જીનર, કોસિંદ્રા
અમે કપાસ વેચ્યો તો 3361 કેશ બતાવી પરંતુ 2691 કાપીને 670 આપ્યા, વટાવ બંધ થવો જોઈએ
ચેક આપ્યો અમને 1.76000નો અને બિલમાં રૂા.3361 કેશ આપ્યા તેવો ઉલ્લેખ છે. કાચી પાવતીમાં 2691 કાપીને રૂા.670 રોકડા આપ્યા છે. તો અમારે કહેવું છે આવું ન હોવું જોઈએ. અમે કહ્યું તો કપાસ લઈ અહીંયા નહીં આવવું તેમ જણાવાય છે. તો ખેડૂતો જાય ક્યાં? વટાવ બંધ થવું જોઈએ. -દિલીપભાઈ, ખેડૂત, શીરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.