શિક્ષક શાળાના સમયે જલેબી લેવા જતા રહ્યા:ખેંદા પ્રાથ. શાળાના બાળકો રાહ જોતા રહ્યા પણ શિક્ષકો શાળાએ ન પહોચ્યાં

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના ડુંગર વિસ્તારની શાળાઓનું મોનિટરિંગ પૂરતું થતું નથી
  • ગનીયાબારીના શિક્ષક શાળાના સમયે જલેબી લેવા જતા રહ્યા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારની શાળાઓમા શિક્ષકો ગુલ્લેબાજ બન્યા છે. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધ્યાન આપતાં નથી. જેને લઈ નસવાડીના ડુંગર વિસ્તારની શાળાઓનું મોનિટરિંગ પૂરતું થતું નથી. જેને લઈ આદિવાસી બાળકોને ભણવું છે. પણ શિક્ષકોની અનિયમતતા બાબતે કોઈ ધ્યાન આપતું નથી. શનિવારના રોજ શાળા સવારની હોઇ ખેંદા શાળાના બાળકો 10 વાગ્યા સુધી શાળા આગળ બેસી રહ્યા હતા. પણ શિક્ષિકાબેન આવ્યા ન હતા. છોટીઉમર શાળાના શિક્ષક હાજર હતા.

પરંતુ કુપ્પા શાળા મતદાન મથક હોઇ વીજ ટીસી બળી ગયેલ હોઇ કુપ્પા શિક્ષક ટીસીના પ્રશ્નને લઈ નસવાડી આવ્યા હતા. જ્યારે સાંકડીબારી ગામે શિક્ષક હાજર હતા. ગનીયાબારીના બે શિક્ષકમાંથી એક હાજર ન હતા. જ્યારે અન્ય શિક્ષક શાળાના સમય દરમિયાન વાડિયા ચોકડી તરફ જતા હતા. પરંતુ મીડિયાને જોઈ તેઓ શાળાએ પરત આવ્યા અને તેઓ જલેબી લેવા જતા હોવાનું જણાવ્યું હતું. જલેબી શાળા સામે જ મળતી હોવા છતાં તેઓ શાળા છોડી ગયા હતા. એકંદરે નસવાડીના ડુંગર વિસ્તારના આદિવાસી બાળકો આજે પણ શિક્ષણમાં પાછળ છે. આ કથળતા શિક્ષણ પાછળનું કારણ આ પણ છે. આ શિક્ષકોને તો શિક્ષણ વિભાગ નોટિસ આપી ખુલાસા પૂછી છોડી મૂકશે, પરંતુ શિક્ષણ સુધરે તે માટે કોણ પ્રયાસ કરશે તે પ્રશ્ન છે.

વી.એચ.પી.એ સ્થળ મુલાકાત કરી નસવાડી ટીપીઈઓને જાણ કરી
નસવાડી મેમણ કોલોની શાળામાં શિક્ષક આવ્યા ન હોઇ વીએચપીને ફરિયાદ મળતાં તેમણે સ્થળ મુલાકાત કરી ત્યારે શિક્ષક હાજર ન હતા. જેથી નસવાડી ટીપીઈઓને જાણ કરી હતી. એકંદરે શિક્ષણની ગુણવત્તા તો બાજુ પર રહી શિક્ષકો જ શાળાએ સમયસર આવતા ન હોઇ હાલ નસવાડી તાલુકામાં શિક્ષકો બેજવાબદાર બન્યાની ચર્ચાઓ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...