તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટીનું ધોવાણ:નસવાડીમાં વરસાદથી ખેંદા, છોટીઉમર, કુપ્પા અને સાંકડીબારીના રસ્તા ધોવાયા

નસવાડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાચા રસ્તા પર વચ્ચે માટી ધોવાણ થયું છે તેની તસવીર. - Divya Bhaskar
કાચા રસ્તા પર વચ્ચે માટી ધોવાણ થયું છે તેની તસવીર.
  • માટીનું ધોવાણ થતાં વાહનોની અવરજવર અટકી, માર્ગ અને મકાન વિભાગની દેખરેખ જરૂરી
  • માટી ધોવાતાં એક ફૂટથી વધુના ખાડા સાથે મોટી જોખમી નિક પડી ગઈ

નસવાડીના ડુંગર વિસ્તારમાં વર્ષોથી મોબાઈલ નેટવર્કની સુવિધા ન હોય જેને લઈ ત્યાંથી પરિસ્થિતિ ખબર પડતી ન હતી. હવે ડુંગર વિસ્તારના ગામડામાં મોબાઈલ નેટવર્ક આવતું હોય મંગળવારના રોજ ભારે વરસાદ થયો હતો. જેને લઈ ડબ્બા ચોકડીથી ખેંદા, છોટીઉંમર, કુપ્પા, સાંકડીબારી આ ચાર ગામના જવાના રસ્તો છે.

જે રસ્તામા ડબ્બા ચોકડીથી કાચો રસ્તો અને મોટો ઢાળ હોય ભારે વરસાદમાં કાચા રોડ વચ્ચે જ મોટી માત્રમાં માટી ધોવાણ થતા એક ફૂટથી વધુના ખાડા સાથે મોટી નિક પડી ગઈ હોય. સવારના બાઈક સવારો જાતે માટી પુરાણ કરી બાઈક પસાર થાય તેવો રસ્તો કર્યો હતો. પરંતુ મોટા વાહનો જીપ જીઈ શકતી નથી.

જેને લઈ ગ્રામજનો સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરી કામગીરી કરાય તેવી માંગ કરી છે. નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ડુંગર વિસ્તારમાં જઈ ચાર ગામમાં મોટા વાહનો અવર જવર કરે અને કાચો રસ્તો વ્યવસ્થિત કરે તેવી પ્રજાની માંગ છે. વાહનો અવરજવર ન કરે તો ગ્રામજનો પગપાળા અવર જવર કરવા મજબૂર થશે. વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિની કારણે સરકારની સુવિધાઓ મળવી જરૂરી હોય માર્ગ મકાન વિભાગ તત્કાલ કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...