તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ખાપરીયાની મહિલા ‘દીકરી યોજના’નું મળેલ સર્ટિ લેમિનેશન કરાવતાં લાભથી વંચિત રહી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા સર્ટી સાથે જણાય છે. - Divya Bhaskar
મહિલા સર્ટી સાથે જણાય છે.
  • કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ 2015માં લાભ અપાયો હતો
  • હવે સર્ટિ લેમિનેશન કરાવ્યા બાદ પોસ્ટ ઓફિસ તેને ચલાવતી નથી

સરકાર લક્ષિ યોજનાનો લાભ આદિવાસી લોકોને મળે તે હેતુસર સરકાર મોટી માત્રમા પ્રચાર કરે છે. પરંતુ જે યોજનાનો લાભ લીધા બાદ યોજના થકી ફાયદો થવાનો હોઈ તેમાં કોઈ ક્ષતિ થાય તો કોઈ લાભ આપવા આગણ આવતું નથી કે મદદ કરતું નથી. તેવો એક સરકારનો લાભ નસવાડીની ખાપરીયાની મહિલા લીલાબેન મહેશભાઈ રાઠવા જેમને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું.

જેમાં એક દીકરીને લઈ રૂા. 5000નું NSC સર્ટી એટલે 5 વર્ષિય રાષ્ટ્રીય બચત પત્ર 7 એપ્રિલ 2015ના રોજ આપેલ હતો. જેનો નંબર 85DD 763037 મહિલાને આપેલ હતો. જે પોસ્ટ મારફતે તેની પાકતી મુદત 7 એપ્રિલ 2021 હોઇ મહિલા તેના 5 હજારના ડબલ થયા હોઈ લાભ લેવા જતા મહિલાએ તેનું બચત પત્ર આપતા પોસ્ટ દ્વારા તેને લાભ નહી મળેનું જણાવ્યું હતું. કારણ કે આદિવાસી મહિલાને સમજ ન હોય અને પોસ્ટ દ્વારા એવી સમજ અપાઈ ન હોય કે આ સર્ટીને લેમેનિશન નહી કરવું.

પરંતું કાચા ઘર હોઈ ઉંદરો તેમજ ઉધઇનો ભય હોઈ સર્ટી લેમેનિશન મહિલાએ કરાવ્યું હતું. હવે મહિલાને લાભ મળતો ન હોય લેમેનિશન સર્ટીમાંથી કાઢી લાવવા પોસ્ટ જણાવી રહી છે. જ્યારે એ શક્ય નથી. હાલ તો મહિલાને બે દીકરીઓ હોય તેની મદદમાં તેના પિતા સાથે આવ્યા છે અને હવે વડોદરા પોસ્ટમા જઈ ઉપલા અધિકારીને મળી પ્રશ્ન હલ કરવા અરજી આપશે જ્યારે ગરીબ મહિલાની વ્હારે આરોગ્ય વિભાગ પણ આવે અને કુટુંબ નિયોજનના કરેલ ઓપરેશનને લાગતો લાભ આપાવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...