શિક્ષકો ગેરહાજર:ખડકીયા(બો) પ્રા. શાળામાં શિક્ષકો ગેરહાજર, મધ્યાહન ભોજનના સંચાલક ભણાવવા મજબૂર

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક શિક્ષિકા રજા પર અને એક બોડેલી ગયા હોઇ મારે છોકરાઓને સાચવવા પડે : સંચાલક
  • ગઢબોરિયાદ ગ્રૂપ આચાર્યને જાણ કરતાં તેમણે કહ્યું, હવેથી આવું નહીં થાય

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કથડતા શિક્ષણ બાબતે કેટલાક શિક્ષકો બેજવાબદાર છે. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ પૂરતું ધ્યાન આપતા ન હોઇ અવાર નવાર શિક્ષણને લગતા નસવાડી તાલુકાના પ્રશ્નો ઉઠ્યા છે. છતાંય પરિસ્થિતિ બદલાતી નથી. ત્યારે ગઢબોરિયાદની ખડકીયા(બો) શાળા ધોરણ 1થી 5ની છે. જે શાળામા બે શિક્ષિકા હોછે. એક રજા પર હોય અને અન્ય એક શિક્ષિકા બોડેલી ખાતે ઇનોવેશન ફેરમા છે. શિક્ષક શાળાએ આવ્યા ન હતા. અને મધ્યાન ભોજન સંચાલક બાળકોને અભ્યાસ કરાવતો હતો.

મધ્યાન ભોજન સંચાલક ધોરણ 8 ભણેલ હોય અને કોઈ શિક્ષક શાળામા આવ્યા ન હોય તે બાળકોને સાચવી બેઠો હતો. ગઢબોરિયાદ ગ્રુપ આચાર્યને જાણ કરતા તેઓ પણ ઘરે હોઇ અને હવેથી આવું નહીં થાયનું જણાવેલ હતું. જ્યારે શાળાએ આવેલ ગ્રામજનો પણ શિક્ષકો શાળાએ આવ્યા ન હોઇ ગરીબ બાળકો એટલે પાછળ રહે છે કહી રોષ વ્યક્ત કર્યો હતો. અવાર નવાર શિક્ષકોની બેજવાબદારીની ઘટનાઓ આવે છે. છતાંય જિલ્લામા શિક્ષકોને નોટિસ આપ્યા બાદ બોલાવીને પતાવટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરતા હોવાની વાત ચર્ચાએ ઉઠી છે.

ગ્રુપ આચાર્ય દ્વારા હરિપુરા બો શાળાની શિક્ષિકાને બપોરના ફોન કરી ખડકીયા બો શાળાના બાળકોને તેમની શાળામા લઈ આવવાનું સૂચના આપેલ હતું. જેને લઈ શિક્ષિકા બાળકોને લેવા ખડકીયા બો શાળામા આવ્યા હતા. એકદરે શિક્ષણ વિભાગમા ચાલતી લાલિયાવાડીનો આ ઉત્તમ નમૂનો કહેવાય હાલ તો શિક્ષકો જ શાળાએ આવ્યા ન હોઇ ત્યારે હવે શું કાર્યવાહી થાય છે. તે જોવું રહ્યું.

મને આવડે તેવું પ્રાથમિક શિક્ષણ આપી બાળકોને બેસાડું છું
એક શિક્ષિકા રજા પર છે. બીજા બોડેલી છે. એટલે કોઈ ન હોવાથી હું બાળકોને સાચવું છું. જે બાળકો મને પૂછે તે પ્રાથમિક જે શિક્ષણ મને આવડે તે બાળકોને ભણાવું છું. ગ્રૂપમાં જાણ કરી એવું મને જાણવા મળ્યું પણ કોઈ આવ્યું નથી. > બાલુભાઈ ભીલ, મધ્યાન ભોજન સંચાલક, ખડકીયા(બો)

શિક્ષકો ન આવવાથી જ અમારા બાળકો શિક્ષણમાં પાછળ છે
અમારા ગરીબ આદિવાસી બાળકો શિક્ષણમાં પાછળ છે. એનું કારણ આ શિક્ષકો શાળાએ આવતા નથી એ જ છે. શિક્ષકો 10 થી 5 હાજર હોવા જોઈએ. તેઓ હાજર નથી પછી અમારા ગરીબ આદિવાસી બાળકો ભણતરમાં શું આગળ આવે. કોઈ ધ્યાન આપતું નથી આ જે દેખાય તે જ છે. > ગીગાભાઈ ભીલ, ગ્રામજન, ખડકીયા(બો)

જે કંઈ બાબત છે, ગ્રૂપ આચાર્યને વાત કરું છું
આ બાબતે ગ્રૂપ આચાર્યને પૂછપરછ કરી અને શિક્ષકો શાળામા ન હોય એ ન ચાલે. અમે પહેલા પણ સૂચના આપી છે. શિક્ષકો શાળા પર હાજર રહેવાનું. છતાંય કડક હાથે તપાસ કરી કાર્યવાહી કરીશું. > ભરતભાઈ રાઠવા, ટીપીઈઓ, નસવાડી (ટેલીફોનિક વાતચીત)

અન્ય સમાચારો પણ છે...