નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. જે તાલુકાના અનેક ગામડામાં ખેતીના વીજ કનેક્શન છે. જેમાં ખેડૂતને રાતના વીજ પાવર આપવામાં આવતો હતો. જેને લઈ ખેડૂતોને રાત ઉજાગરા સાથે રાતના અંધારામાં જીવ જતુંઓનો ડર રહેતો હતો. સાથે અનેક ઘટનાઓથી ખેડૂતો ચિંતિત રહેતા હતા. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી સમસ્યાનો હલ કરવા કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાતના જે ખેડૂતોને વીજ પાવર મળતો હતો તેને હવે દિવસનો કરાયો છે. જે વીજ પાવર વ્યવસ્થિત કાર્યરત કરાયો છે. જેને લઈ કંડવાના ખેડૂતો પોતાના ખેતરમાં દિવસે વીજ પાવર ચાલુ કરી તેમની મોટરો ચાલુ કરી નસવાડી અને તેમના વિસ્તારમાં ફરજ બજાવતા હેલ્પરોને મોઠું મીઠું કરાવી એટલે પેડા ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી.
સાથે કંડવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પણ દિવસે ખેતીનો વીજ પાવર મળે છે ની ખુશી વ્યક્ત કરી ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકાર જાહેરાત કર્યા બાદ ખેડૂતોને પાવર મળતો નથી. જેને લઈ કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેતીનો વીજ પાવર દિવસે ચાલુ કરાયો હોય ત્યારે જાહેરાત લક્ષી ખેડૂતોને દિવસનો ખેતીનો વીજ પાવર મળે છે. આ બાબતે ખુશી વ્યક્ત કરાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.