તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નસવાડી CHCમાં આવેલા દર્દીઓને સારવાર ન મળતાં પાછા જવાનો વારો

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી  CHC પર આવેલ દર્દીઓને સારવાર ન મળી. - Divya Bhaskar
નસવાડી CHC પર આવેલ દર્દીઓને સારવાર ન મળી.
  • CHCના અને જિલ્લાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે
  • છોટાઉદેપુર જિલ્લાના 67 ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. ખાસ તો નસવાડી તાલુકામાં એવા પણ દર્દી હોય છે જેમના પાસે સારવાર કરાવવા રૂપિયા હોતા નથી. જેને લઈ તેઓ સરકારી દવાખાનામા મફત સારવાર થતી હોય આવે છે. ત્યારે ગુજરાત ઇન સર્વીસ ડોકટર એસોસિએશન આદેશ મુજબ છોટાઉદેપુર જિલ્લાના 67 ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા.

જેમાં ડોક્ટરો દ્વારા પોતાની પડતર માંગણીને લઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પત્ર આપ્યું હતું અને શુક્રવારે તેઓ હડતાલ પર ઉતર્યા હતા. નસવાડીના સરકારી દવાખાનાના ડોક્ટરો હડતાળ પર હોઇ જેને લઈ નસવાડીના સી એચ સી પર આવેલ દર્દીઓને હાલાકી પડી હતી. કેટલાય દર્દીઓ રોષ વ્યકત કરી પરત ગયા હતા.

ગરીબ આદિવાસી લોકો સારવાર માટે આવેલ હોઇ પરતું ડોકટર ન હોઇ ઓપીડી બંધ હોવાથી દર્દીઓને પરત જવાનો વારો આવ્યો હતો. જેમા વિધવા બહેનો પણ પરત ગઈ હતી. બાળકો લઈ સારવાર માટે આવેલા માતા પિતા પરત જતા રોષ વ્યકત કર્યો હતો. ખાસ તો ડોક્ટરો હડતાલ પર હોય દર્દીઓને સારવાર વગર જવું પડ્યું હોય દર્દીનો શુ વાંક? કહી સાથે આવેલ લોકોએ રોષ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...