તપાસ:નદીમાં તણાઈ આવેલ ગાંજાના છોડની તપાસ SOG છોટાઉદેપુરને સોંપાઈ

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર SOG પોલીસે આમરોલી, ભરવાડાના ખેતરો ખુંદ્યા

નસવાડી તાલુકાની આમરોલી ગામ પાસેની મેણ નદીમાં મંગળવારના રોજ તણાઈ આવેલ લીલા ગાંજાના છોડને લઈ નસવાડી પોલીસ દોડતી થઈ હતી અને લીલા ગાંજાના છોડ નદીમાં આવ્યા ક્યાંથી બાબતે પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 16 ગાંજાના મોટા છોડ અને 2 કિલો 400 ગ્રામ તેનું વજન કરાયું હોય નસવાડી પોલીસે બિનવારસી ગાંજાના છોડ મળી આવતા ગુનો દાખલ કર્યો હતો. જેને લઈ છોટાઉદેપુર જિલ્લા પોલીસવડાએ આ ગુનાની ગંભીરતા સમજીને છોટાઉદેપુર SOGના જે.પી.મેવાડાને ગાંજા છોડ નદીમાં તણાઈ આવ્યાના પ્રકરણમાં તપાસ સોંપી છે.

SOG આમરોલી ગામે પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં આજુબાજુના ખેતરો ખુદવા લાગી છે. જેમાં આમરોલી, ભરવાડા ગામની સીમના ખેતરોમાં જે કપાસના ખેતર છે તે ખેતરોમાં જ્યાંથી ગાંજાના છોડ ઉખેડી નખાયા છે તે ખેતરો મળી આવેલ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો SOG પીએસઆઈ જે.પી. મેવાડા તેમની ટીમ સાથે વરસતા વરસાદમાં અનેક ખેતરો ખુદી કાઢ્યા છે. આમરોલી ગામમાંથી ગાંજાના છોડ નદીમાં ફેંકાયાની ચર્ચા હતી તે તરફ પોલીસ આગળ વધી રહી છે.

ગાંજાના છોડ મોટી માત્રમાં હોય પરંતુ થોડા જ મેણ નદીમાં ફેંકાયા હોયની વાત હવે ચર્ચાને સ્થાને છે. જ્યારે મોટી માત્રમાં લીલા ગાંજાના છોડ ક્યાંક મુક્યા છે ની વાત બહાર ચર્ચાને સ્થાને આવી છે. હાલ તો SOG પોલીસ તપાસ શરૂ કરતાં ગાંજા પ્રકરણનો પર્દાફાશ ટૂંક દિવસોમાં થાય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...