મુલાકાત:બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીને લઈ સૂચનો અપાયાં, જિલ્લા કલેક્ટર અને DDOએ નસવાડીની મુલાકાત કરી

નસવાડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકલવ્ય એકડમીના મેદાન પર જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરી

નસવાડીમા જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર નસવાડી એકલવ્ય મેદાનની મુલાકાત કરી હતી. જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.કેન્દ્રની મોદી સરકારે 15મી નવેમ્બરના રોજ બિરસા મુંડા જન્મ જયંતીની ઉજવણી જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવાનું નક્કી કર્યું છે.

ત્યારે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી નસવાડી એકલવ્ય એકેડમીના મેદાનમાં કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંઘ બિરસા મુંડા જન્મ જયંતીની ઉજવણી હાજરી આપવા આવવાના હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર સ્તુતિ ચારણ જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ સાથે જિલ્લાના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા કલેકટર નસવાડીના એકલવ્ય મેદાનમાં 2 કલાક સુધી જિલ્લાના અધિકારીઓ સાથે ઉજવણી લક્ષિ તૈયારીની ચર્ચા કરી જિલ્લાના અધિકારીઓને જવાબદારી સોંપેલ છે.

અન્ય સમાચારો પણ છે...