ભાસ્કર વિશેષ:નસવાડીમાં આંગણવાડી સુવિધાનું નિરીક્ષણ

નસવાડી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય વહીવટી વિભાગની ટીમે ગ્રામ્યલક્ષી સુવિધા તપાસી
  • રામપુરી, પલાસણી ગામે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડીની સુવિધાને લઈ ગાંધીનગરની ટીમ તપાસમાં આવી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયત આવેલ છે. સરકારલક્ષી લાખો રૂપિયા ગ્રાન્ટ ગામડાના વિકાસ માટે સરકાર ફાળવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સુવિધા શું અપાય છે અને છે. તેનું નિરીક્ષણ કરવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ આયોજનની ટીમ નસવાડી તાલુકામાં આવેલ. જેમાં છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ સાથે નસવાડી તાલુકા વિકાસ અધિકારી અને તાલુકાના કર્મચારી ઓ જોડાયા હતા. રાજ્યની સામાન્ય વહીવટ વિભાગની ટીમો નસવાડીના રામપુરી, અને પલાસણી ગ્રામ પંચાયતમાં મુલાકાત કરી હતી.

રામપુરી ગામે આંગણવાડી અને પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જરૂરી ચર્ચા સ્થળ પર ગ્રામજનો સાથે કરવામાં આવી હતી. જ્યારે પલાસણી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી. ખાસ સરકારલક્ષી વિકાસના કામો તેમજ અન્ય સુવિધાઓ અપાય છે. તેની પરિસ્થિતિથી વાકેફ થયા હતા અને શિક્ષણ, આરોગ્ય, આંગણવાડીમાં હજુ શું જરૂરિયાત છે. તેની ગ્રામજનો અધિકારીઓ સાથે આવેલ ટીમ જરૂરી મુદ્દા પર ચર્ચા કરી હતી. અચાનક આવેલ ટીમ શું કાર્યવાહી કરશે. શું કામગીરી જોવાની છે. ને લઈ જિલ્લા તાલુકાના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...