તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રતનપુર કેનાલના પુલ પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. - Divya Bhaskar
રતનપુર કેનાલના પુલ પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
  • રતનપુર(ન) મેઈન કેનાલના પુલ પાસે અકસ્માત સર્જાયો
  • કેનાલની દીવાલ હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી

નસવાડી કવાંટ સ્ટેટ હાઈવે રોડ છે. જ્યારે નસવાડી આવતા રતનપુર મેન કેનાલનો પુલ બનેલ છે અને બન્ને બાજુ નર્મદા નિગમના ડામર રોડ છે. પરંતુ આ ડામર રોડ નસવાડી કવાંટના જોડતાં સ્ટેટ હાઈવે રોડને ક્રોસ કરે છે અને નર્મદા નિગમના રોડ પર નિયમ મુજબ સ્પીડ બ્રેકર હોવા જોઈએ. કારણ કે કોલંબાથી મેન કેનાલના રોડથી કોઈ પણ કાર, બાઈક સવાર પુર ઝડપે જતો હોઇ તેને મુખ્ય સ્ટેટ હાઈવે રોડના પુર પાટ ઝડપે આવતા વાહનને તેની ઝડપ જોઈ શકાતી નથી. અને બન્ને વાહનો રતનપુર પુલ પર જ અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિમાં આવી જાય છે. તેની ઘટના પુલ પર જ બની હતી.

જેમાં છકતલાથી સુરત પેસેજન્સર ભરી ખાનગી લઝગરી જતી હોઇ અને કેનાલના રોડથી તાડકાછલાથી જામલી એક પરિવાર કારમાં જતો હોઇ બરાબર પુલ પાસે અકસ્માત થયો હતો. જેમાં લકઝરી ચાલક બ્રેક મારી છતાંય આખી કારનો પાછળનો ભાગ ઘસડાયો હતો અને કારનું ટાયર પણ ફૂટયું હતું. અકસ્માતમાં પુલની બાજુની દીવાલ પણ તૂટી હતી. હજુ જો લકઝરી વધુ સ્પીડમા હોત અને કાર સ્પીડમાં હોત તો બંને વાહનો નર્મદા મેઇન કેનાલમાં પડી હોત.

ખાસ તો સ્પીડ બ્રેકર રોડ પર ન હોઇ અવાર નવાર અકસ્માત સર્જાય છે. અકસ્માત સ્થળે નસવાડી પોલીસ પહોંચી ખાનગી લકઝરી બસના ડાઈવરને નસવાડી પોલીસ સ્ટેશન લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે કારમા પાછળ બેસેલ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા નસવાડીમા સારવાર માટે લઈ જવાયો હતો. અકસ્માત થતા નજરે જોનાર વ્યક્તિના જીવ તાળવે ચોટ્યા હતા. કારણ કે કેનાલની દીવાલ ન હોત તો વાહનો કેનાલમા પડતા મોટી ઘટના બની હોત.

અન્ય સમાચારો પણ છે...